+

Stock Market Closing : ઓલટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજાર ફલેટ પર બંધ

Stock Market : ભારતીય શેરબજાર (Stock Market)આજે એટલે કે,19મી જૂને બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલીને કારોબાર કરી રહ્યું હતું. નિફ્ટીએ પહેલીવાર 23600ને પાર…

Stock Market : ભારતીય શેરબજાર (Stock Market)આજે એટલે કે,19મી જૂને બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. જ્યારે સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલીને કારોબાર કરી રહ્યું હતું. નિફ્ટીએ પહેલીવાર 23600ને પાર કરી છે. BSE સેન્સેક્સ 77500ની ઉપર ખુલ્યો છે અને નવા ઐતિહાસિક શિખરને પણ સ્પર્શ્યો હતો. નિફ્ટી બેન્ક 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 52000ની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. પરંતુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી અને એફએમસીજી શેર્સમાં વેચવાલીથી બજાર સપાટ બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 36 પોઈન્ટના ઉછાળા સાથે 77,353 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 41 પોઈન્ટના ઘટાડા સાથે 23,516 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

ગઈકાલે બજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી

આ પહેલા ગઈકાલે એટલે કે 18મી જૂને શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 77,366ની સપાટીએ પહોંચ્યો હતો. આ પછી થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 308 પોઈન્ટના ઉછાળા સાથે 77,301 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં ગઈ કાલે 23,579 ની સર્વકાલીન ઊંચી સપાટી હતી. જોકે, બાદમાં તે પણ થોડો નીચે આવ્યો હતો અને 92 પોઇન્ટના વધારા સાથે 23,557ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો.

સેકટોરિયલ સ્ટેટસ

આજના કારોબારમાં બેન્કિંગ શેર્સમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી અને તેના કારણે નિફ્ટી બેન્ક 52000ના આંકડા સુધી પહોંચી ગઈ હતી. આમ છતાં ઈન્ડેક્સ 1.90 ટકાના ઉછાળા સાથે 51,398 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ અન્ય તમામ ક્ષેત્રોના શેરોના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા.

આ પણ  વાંચો  – શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું, NIFTY ના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો

આ પણ  વાંચો  – MUS Bank Recruitment: ગુજરાતના યુવાનો માટે બેંકે જાહેર કરી ભરતી, કુલ 50 પોસ્ટ

આ પણ  વાંચો  SHARE MARKET : Sensex-Nifty તેજી સાથે બંધ, આ શેરોમાં રેકોર્ડ બ્રેક ઉછાળો

Whatsapp share
facebook twitter