+

GDP : પરિણામ પહેલા GDPનું રોકેટ વલણ ! ગત વર્ષની સરખામણીએ આટલો ઉછાળો

GDP GROWTH RATE : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા છે. પહેલી જૂને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે દેશના અર્થતંત્રના મોરચે…

GDP GROWTH RATE : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા છે. પહેલી જૂને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે દેશના અર્થતંત્રના મોરચે એક સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ-2023-24ના ચોથા ત્રિમાસિકમાં જોડીપી ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે. ગત વર્ષે સમાન ત્રિમાસિકમાં GDP ગ્રોથ રેટ 6.2 ટકા નોંધવામાં આવી હતી.

 

નાણાકીય વર્ષ 24 ના છેલ્લા ક્વાર્ટરમાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યું છે. ચૂંટણી પરિણામો પહેલા GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો GDP 7.8 ટકાના દરે વધ્યો હતો અને કેન્દ્રએ હવે નાણાકીય વર્ષ 24 માટે એકંદર વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર રિઝર્વ બેંકના અનુસાર હતો. ભારતે 6.9 ટકાના અંદાજને વટાવી દીધો છે.

દેશમાં વિદેશી હૂંડિયામણમાં ઘટાડો

જ્યારે 24 મેના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 648 અબજ ડોલર રહ્યું હતું. ગયા સપ્તાહની સરખામણીમાં 2 બિલિયન ડોલરનો થોડો ઘટાડો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાની સાથે નાણાકીય વર્ષ-24માં જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા રહી શકે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવે છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર તમામ અનુમાન કરતાં સારા હતા.

સરકાર ગમે તે હોય જીડીપી વૃદ્ધિ પર કોઈ અસર નહિ થાય

કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિક્સ વિભાગના આંકડાઓ અનુસાર, ઈનડાયરેક્ટ ટેક્સ અને સબસિડી છોડી ગ્રોસ વેલ્યૂ એડેડમાં આ સમયગાળામાં 6.3 ટકાનો વધારો થયો છે. આ આંકડા ચૂંટણી પહેલા મજબૂત આર્થિક પ્રદર્શન કરે છે. ભારતમાં છ અઠવાડિયા સુધી ચાલતી ચૂંટણી પહેલી જૂને સમાપ્ત થઈ રહ્યા છે. જેનું પરિણામ ચાર જૂને આવવાની આશા છે. મળતી માહિતી અનુસાર, જૂનમાં ગમે તે પક્ષની સરકાર આવે પરંતુ ભારતનો જીડીપી ગ્રોથ રેટ મજબૂત યથાવત્ રહેશે. રાજનીતિક પક્ષથી ઈત્તર નીતિના વ્યાપક દિશામાં કોઈ મહત્ત્વનો ફેરફાર નહિ થઈ શકે.

આ  પણ  વાંચો  – Stock Market : પાંચ દિવસના કડાકા બાદ માર્કેટમાં તેજી

આ  પણ  વાંચો  – RBI: ચૂંટણી પરિણામ પહેલા ભારતના GDP ને લઈ મોટો સમાચાર

આ  પણ  વાંચો  Gold Market :સોના-ચાંદીમાં તેજી બાદ ધરખમ ઘટાડો,સામે આવ્યું આ કારણ

Whatsapp share
facebook twitter