+

દુબઇની જુમેરાહ હોટલ એન્ડ રિસોર્ટ એ ભારતમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

ભારત વિશ્વમાં ટુરિઝમ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે.. ત્યારે વિદેશની મોટી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરીને હોસ્પિટાલિટી અને ટુરિઝમ ક્ષેત્રે ભારતમાં પોતાને વિકસિત કરવાની ઈચ્છા ધરાવે છે.ત્યારે…

ભારત વિશ્વમાં ટુરિઝમ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે.. ત્યારે વિદેશની મોટી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરીને હોસ્પિટાલિટી અને ટુરિઝમ ક્ષેત્રે ભારતમાં પોતાને વિકસિત કરવાની ઈચ્છા ધરાવે છે.ત્યારે દુબઈની ખ્યાતનામ જુમેરાહ હોટલ એન્ડ રિસોર્ટ હવે તમને ભારતમાં પણ જોવા મળશે.

મૂળ દુબઈની અને વિશ્વમાં ટોપ 5માં સ્થાન મેળવનાર જુમેરાહ હોટલ એન્ડ રિસોર્ટના જનરલ મેનેજર કીર્તિ અંચનએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી… તેમની ટીમના આવનારા સમયમાં શું પ્લાન્સ છે અને દેશના કયા કયા રાજ્યમાં તેઓ રોકાણ કરવાના છે

દુબઈ પણ ટુરિઝમ અને હોસ્પિટાલિટી માટે વિશ્વવિખ્યાત છે. અને ભારતવાસીઓ પણ દુબઈ ફરવા જતા હોય છે.જુમેરાહ હોટલ એન્ડ રિસોર્ટમાં તમામ સુવિધાઓ આપવામાં આવશે.

હાલ કંપનીની હાઈ ઓથોરિટી સાથે ચર્ચા વિચારણા થઈ રહી છે..જુમેરાહ હોટલ એન્ડ રિસોર્ટની મજા લોકો ક્યારે માણી શક્શે તે જોવાનું રહ્યું.

 

આ પણ  વાંચો –BUSINESS : રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની આ જુગલબંધીને કારણે આખી દુનિયા પરેશાન…!

 

Whatsapp share
facebook twitter