+

GTU દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસી લાગુ કરવામાં આવી

વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે  રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (GTU) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ - ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક મેળવતાં હો
વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે  રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (GTU) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ – ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક મેળવતાં હોય છે. GTU માટે મેડલ અને પ્રથમ 3 સ્થાને ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી અને ટીમના તમામ સભ્યો માટે GTU દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસી લાગુ કરવામાં આવી છે.
આ સંદર્ભે GTUના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે. રમત-ગમત અને વિવિધ લલિતકળાઓમાં જીટીયુનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓને મેડલ પોલિસી થકી પ્રોત્સાહિત કરાશે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે, આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે GTUનું નામ રોશન કરનાર શૈક્ષણીક વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને પણ લાભ મળવા પાત્ર રહશે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે GTU સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલને પોલિસીના સફળ સંચાલન અર્થે શુભકામના પાઠવી હતી.
ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત તમામ રમતો તેમજ યુવક મહોત્સવની તમામ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે ટોપ-3માં આવનાર સહિત NCC, NSS, થલ, વાયુ અને નૌસેના કેમ્પ તથા પ્રજાસત્તાક અને સ્વતંત્રતાદિને રાજપથ લાલ કિલ્લા ખાતેની પરેડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને ટીમના સભ્યોને પણ આ પોલિસીમાં આવરી લેવામાં આવેલા છે. જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલે આ સંદર્ભે જણાવ્યું હતું કે , સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગની આ પોલિસી થકી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થશે ઉપરાંત આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીટીયુનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરાશે.
આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ કે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને 10 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર આપવામાં આવશે. જો ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 7 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે. સિલ્વર મેડલ કે દ્રિતિય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને 7 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર અપાશે. ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 5 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર અને બ્રોન્ઝ મેડલ કે તૃતિય સ્થાને આવનાર વિદ્યાર્થીને 5 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર તથા ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 3 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter