Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઐશ્વર્યા રાય બચ્ચન બની ભારતની સૌથી અમીર અભિનેત્રી, જાણો સૂચીમાં બીજી નંબરે કોણ

12:47 PM Jan 17, 2024 | Harsh Bhatt

ગ્લેમર અને ફેમથી ભરપૂર સિનેમા જગતને લગતી અવનવી ખબરો જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહેતા હોય છે. તેમના મનપસંદ કલાકારના જીવનને લગતી બધા જ પ્રકરાની વાતો લોકોને આકર્ષિત કરતી હોય છે. ત્યારે હાલમાં ભારતની સૌથી અભિનેત્રીઓની એક સૂચિ સામે આવી છે. આ સૂચીમાં સૌ પ્રથમ ક્રમાંકે ભારતની લોકપ્રિય અદાકારા ઐશ્વર્યા રાય પ્રથમ ક્રમાંકે છે.

800 કરોડની સપત્તિની માલકિન છે ઐશ્વર્યા રાય 

ઐશ્વર્યા રાય

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં બચ્ચન પરિવારની વહુ  ઐશ્વર્યા રાયને 800 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક અને ભારતીય સિનેમાની સૌથી ધનિક અભિનેત્રી ગણાવવામાં આવી છે.

 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક ખાનગી વેબસાઈટે ભારતીય અભિનેત્રીઓની નેટવર્થને લઈને એક સર્વે કર્યો હતો, જેમાં ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ઐશ્વર્યા બાદ અભિનેત્રીઓને સૂચીમાં મળ્યું સ્થાન 

પ્રિયંકા ચોપરા

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા બાદ આ યાદી અનુસાર, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે.  પ્રિયંકાની કુલ સંપત્તિ 620 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ત્રીજા નંબરે 500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતી દીપિકા પાદુકોણ, ચોથા નંબર પર કરીના કપૂર છે, જેની પાસે 440 કરોડ રૂપિયા છે. પાંચમા નંબર પર અનુષ્કા શર્મા છે, જેની પાસે રૂપિયા 255 કરોડ છે.

છઠ્ઠા નંબર પર માધુરી દીક્ષિત છે, જેમની પાસે રૂપિયા 255 કરોડ છે. રૂ. 250 કરોડ, સાતમા નંબર પર કેટરિના કૈફ છે, જેની પાસે રૂ. 235 કરોડ છે, આઠમા સ્થાને આલિયા ભટ્ટ છે, જેની પાસે રૂ. 229 કરોડ છે, નવમા સ્થાને શ્રદ્ધા કપૂર છે, જેની પાસે રૂ. 123 કરોડ છે અને નયનથારા દસમા ક્રમે છે.

આ પણ વાંચો — સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ DIL BECHARA નું આવશે સિક્વલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ