+

AC Guidelines: AC શરીર માટે સારુ કે ખરાબ, જાણો… સરકારે શું કહ્યું?

AC Guidelines: આ વર્ષે ભારત દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે. તો આ વખતે સૌથી વધુ ગરમીનું તાપમાન હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં નોંધાયું છે. તે ઉપરાંત સોશિયલ…

AC Guidelines: આ વર્ષે ભારત દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે. તો આ વખતે સૌથી વધુ ગરમીનું તાપમાન હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં નોંધાયું છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં લોકો રસ્તા પર કોઈપણ ગેસનો ઉપયોગ કર્યા વગર રસ્તા પર ઓમલેટ, પાણી ગરમ કરવું અને પાપાડ શેકવું કોઈ ફની વીડિયો બનાવીને ગરમી સ્થિતિ પોતાના રાજ્યામાં જણાવી રહ્યા છે.

  • AC અને Air Cooler જીવનભરની બીમારી આપે છે

  • સ્કિન અને બ્લડ પ્રશરની બીમારીઓમાં વધારો

  • ઠંડક આપતા ઉપકરણોમાં તાપમાન 26 ડિગ્રી રાખવું

ત્યારે આ ગરમીને પહોંચી વળવા માટે દરેક લોકો Air Cooler And AC ખરીદી રહ્યા છે. એ વાતમાં કોઈ બે મત નથી કે, Air Cooler And AC તમને આ ગરમીથી રાહત આપશે. પરંતુ જીવનભર સુધી તમારી સાથે રહે તેવી બીમારી પણ તમને મફતમાં સોંપશે. આ બીમારીને જાણીને દરેક વ્યક્તિઓ ચોંકી જશે. જોકે દરેક વ્યક્તિઓને મનમાં સવાલ હશે કે, Air Cooler And AC માં રહેવાથી શું બીમારી થાય. ત્યારે આ અહેવાલમાં તમને Air Cooler And AC માંથી રહેવાથી કેવી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે તેના વિશે જણાવીશું.

આ પણ વાંચો: Heat Wave Alert : રાજસ્થાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ! 49 ડિગ્રી પહોંચ્યું તાપમાન

સ્કિન અને બ્લડ પ્રશરની બીમારીઓમાં વધારો

જ્યારે આપણે ઠંટક આપતા ઉપકરણોમાં તાપમાન 20 કે 22 ડિગ્રી પર રાખીએ છીએ, ત્યારે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડે છે. માનવીય શરીર 23 ડિગ્રીથી લઈને 39 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. તેથી જ્યારે Air Cooler And AC માં તાપમાન 18 થી 20 ડિગ્રીની વચ્ચે રાખીને ઉપયોગ કરીએ છીએ, ત્યારે શરીરમાં હાઈપોથર્મિયા નામની પ્રક્રિયા શરુ થાય છે. આ પ્રક્રિયામાં સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ અટકે છે. તેને કારણે સ્નાયુઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે. આ પ્રકારના તાપમાનમાં રહેવાથી શરીરમાંથી પરસેવો બહાર આવતો નથી. તેથી શરીરના ટૉક્સિન્સ બહાર આવી શકતા નથી. તેથી શરીમાં સ્કિન અને બ્લડ પ્રશરની બીમારીઓમાં વધારો થાય છે.

આ પણ વાંચો: 102 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું REMAL

ઠંડક આપતા ઉપકરણોમાં તાપમાન 26 ડિગ્રી રાખવું

તાજેતરમાં ઉર્જા મંત્રાલયએ એક અહેવાલ રજૂ કર્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, Air Cooler And AC માં સામાન્ય તાપમાન રાખવું જોઈએ. એટલે કે તમારા બેડરૂમ કે ઘરમાં Air Cooler And AC હોય તો, તેની એ તાપમાન પર ના રાખવું કે વાતાવરણ એકદમ ઠંડું કરી નાખે. ત્યારે Ac ને હંમેશા 26 ડિગ્રી પર બેડરૂમ અને ઓફિસમાં રાખવું જોઈએ. Air Cooler And AC નો સમજદારી સાથે ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: IIT Students Placements: આ વર્ષે દેશના 23 IIT Campus પૈકી 38% વિદ્યાર્થીઓ નોકરી માટે વલખા મારી રહ્યા

Whatsapp share
facebook twitter