+

AI in AIIMS: AIIMS માં હવે Robots અને AI નો જોવા મળશે દબદબો

AI in AIIMS: દેશની સૌથી મોટી હોસ્પિટલ AIIMS માં હવે Robots અને artificial intelligence (AI) નો પ્રવેશ થશે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્માર્ટ લેબમાં Robotic સાધનો અને…

AI in AIIMS: દેશની સૌથી મોટી હોસ્પિટલ AIIMS માં હવે Robots અને artificial intelligence (AI) નો પ્રવેશ થશે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્માર્ટ લેબમાં Robotic સાધનો અને AI ડોકટરોને મદદ કરી રહ્યા છે. ટોટલ ઓટોમેશન સિસ્ટમ પર કામ કરતી આ લેબમાં ટેસ્ટ સેમ્પલ લેવાથી લઈને રિઝલ્ટ, રિકેપ અને રિલિઝ કરવાનું કામ Robotic મશીન અને AI દ્વારા કરવામાં આવી રહ્યું છે.

AIIMS ની સ્માર્ટલેબ

લેબોરેટરી મેડિસિન વિભાગ હેઠળની AIIMS ની સ્માર્ટલેબમાં (AI in AIIMS ) દરરોજ લગભગ 100 પ્રકારના 80 થી 90 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જ્યારે દરરોજ લગભગ 5 થી 6 હજાર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ અંગે સ્માર્ટ લેબ વિભાગના HOD પ્રો. સુદીપ દત્તાએ કહ્યું કે AI અને Robotic સાધનોના કારણે ડોક્ટર અને દર્દીઓ બંનેને ફાયદો થઈ રહ્યો છે. સંપૂર્ણપણે ઓટોમેટિક સિસ્ટમ પર કામ કરતી લેબને કારણે લગભગ 50 ટકા સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ માત્ર 4 કલાકમાં નીકળી રહ્યા છે. જ્યારે 90 ટકાથી વધુ રિપોર્ટ એક જ દિવસે 12 કલાકમાં નીકળી રહ્યા છે.

Artificial Intelligence કેવી રીતે કામ કરે છે?

ડો. દત્તાએ જણાવ્યું કે AIIMS ની સ્માર્ટ લેબમાં ટેસ્ટ રિપોર્ટના પરિણામો જનરેટ કરવા માટે artificial intelligence નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે નિયમ આધારિત અલ્ગોરિધમ વિકસાવવામાં આવ્યા છે. જેના કારણે 40 થી 50 ટકા રિપોર્ટ ઓટો વેલિડેટ થઈ જાય છે. આ રિપોર્ટની નિષ્ણાતોઓને સમીક્ષા કરવાની જરૂર રહેતી નથી. આ બધા ક્રિટિકલ કે નોન-ક્રિટિકલ રિપોર્ટ્સ હોય છે, જ્યારે કોઈ ક્રિટિકલ રિપોર્ટ આવે તો ડૉક્ટર તેની સમીક્ષા કરે છે.

શું ફાયદો છે?

ડો.દત્તા કહે છે કે તમામ સેમ્પલ ઓટોમેટિક સિસ્ટમમાંથી પસાર થાય છે. આમાંના લગભગ 50 ટકા રિપોર્ટ્સ પર ડોકટરો દ્વારા જાતે પ્રક્રિયા કરવાની જરૂર નથી. જેના કારણે ડોક્ટરો પર કામનું ભારણ ઘટી રહ્યું છે. તે ઉપરાંત સમયનો બચાવ થાય છે. આખરે દર્દીઓને પણ આનો ફાયદો થાય છે.

આ પણ વાંચો: Divya Pahuja Case : મુખ્ય આરોપી અભિજીત સિંહે કર્યા અનેક ખુલાસા, જણાવ્યું હત્યાનું સાચું કારણ…

Whatsapp share
facebook twitter