+

Ahmedabad : વાહનચાલકો માટે કામચલાઉ છાંયડો, પોલીસકર્મીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રીને પાર…

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રીને પાર નોંધાયું છે. હવામાન વિભાગે (Meteorological Department) અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં પડતી ગરમીને ધ્યાનમાં રાખી અમદાવાદ ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર સામિયાણા બાંધ્યા છે.

શહેરના ચાર સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવામાં આવી

અમદાવાદમાં (Ahmedabad) ગરમીના રેડ એલર્ટને ( red alert) ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નવરત પ્રયોગ કર્યો છે. શહેરીજનોને ગરમી ન લાગે તે માટે ચાર જંકશન પર ગ્રીન નેટ (GREEN NET) લગાવવામાં આવી છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્દિરા બ્રિજ (Indira Bridge) ખાતે ચાર રસ્તા પર સામિયાનો બાંધવામાં આવ્યો છે. ઉપરાંત, કાળુપુર (Kalupur), પ્રહલાદનગર અને સ્વાગત ચાર રસ્તાના ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે. આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને રાહત મળે તે માટેનો આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસકર્મીઓ માટે પણ ors, Glucon D ની વ્યવસ્થા

જણાવી દઈએ કે, આગ ઝરતી ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ (Ahmedabad Traffic Police) માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ors તેમ જ Glucon D વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, ટ્રાફિક પોલીસકર્મીઓને AMC સાથે મળીને ટ્રેનિંગ પણ અપાઈ છે. DGP તરફથી સ્પોર્ટ્સ કેપ માટેની પરવાનગી પણ આપવામાં આવી. જ્યારે ઈન્દિરા બ્રિજ પાસે પોલીસ દ્વારા વાહનચાલકો માટે મંડપ પણ બાંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમી પડવાના કારણે શહેરમાં હિટસ્ટ્રોકના (heat stroke) કેસોમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ અને શહેરના આરોગ્ય તંત્રે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન જવા અને વધુ કાળજી રાખવા સૂચન કર્યું છે.

 

આ પણ વાંચો – અમદાવાદ પોલીસના સામિયાણા ગરમીના રેડ એલર્ટ વચ્ચે વાહનચાલકોને આપશે રાહત

આ પણ વાંચો – અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ, મહત્તમ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટની ઝપટમાં

આ પણ વાંચો – Academic Work : ભયંકર ગરમીના પગલે લેવાયો મોટો નિર્ણય…

Whatsapp share
facebook twitter