+

Ahmedabad : TRP મોલમાં આગ મામલે AMC ની કડક કાર્યવાહી

અમદાવાદના TRP મોલ (Ahmedabad’s TRP Mall) માં 23 માર્ચના રાત્રીના સમયે પાંચમાં માળે ભયાનક આગ (Terrible Fire) લાગી હતી. આ આગ પાંચમા માળે આવેલા બાળકોના ગેમ ઝોન (Game Zone) માં…

અમદાવાદના TRP મોલ (Ahmedabad’s TRP Mall) માં 23 માર્ચના રાત્રીના સમયે પાંચમાં માળે ભયાનક આગ (Terrible Fire) લાગી હતી. આ આગ પાંચમા માળે આવેલા બાળકોના ગેમ ઝોન (Game Zone) માં લાગી હતી. જે ધીમે ધીમે ત્રીજા માળ સુધી પહોંચી હતી. હવે આ મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC) ને આ મામલામાં કાર્યવાહી કરતા મોલમાં થિયેટર, હોસ્ટેલ, પીજી ગર્લ્સ હોસ્ટલ, ગેમ્સ ઝોનને સીલ કર્યુ છે.

TRP Mall

તંત્ર હરકતમાં આવ્યું

બોપલ વિસ્તારમાં ગત અઠવાડિયામાં TRP મોલમાં આગની ઘટના ઘટી હતી. મોલમાં લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ મોલમાં આગ લાગતા સમયે ગર્લ્સ PG તેમજ થિયેટરમાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. મળતી માહિતી અનુસાર, આ મામલે AMC હરકતમાં આવી છે. આ TRP મોલમાં ચોથા માળે બોપલ લક્ઝુરિયસ ગર્લ્સ PG આવેલી છે, જેમાં 100થી વધુ છોકરીઓ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જે રીતે પરવાનગી લેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવતા તંત્ર દ્વારા થિયેટર, પીજી ગર્લ્સ હોસ્ટેલ અને ગેમ્સ ઝોનને સીલ મારવામાં આવ્યુ છે.

TRP Mall

રાત્રીના સમયે લાગી હતી આગ

અમદાવાદના બોપલ વિસ્તારમાં TRP મોલ આવેલો છે જ્યા 23 માર્ચની રાત્રીના અંદાજે 10.30 વાગ્યે ભયાનક આગ લાગી હતી. આ દરમિયાન ત્યાથી પસાર થતા લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. જેમા મોલમાં પાંચમાં માળે આગ લાગી હોવાનું જોવા મળી રહ્યું હતું. આ આગ સમય સાથે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી હતી. મોલમાં મોટી આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ તંત્રએ તપાસ શરૂ કરી જેમા ધ્યાને આવ્યું કે, અહીં પરવાનગી લેવામાં આવી તેની વિરુદ્ધ જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો – Ahmedabad : બોપલના TRP મોલમાં લાગી ભીષણ આગ, ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો – અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી

Whatsapp share
facebook twitter