+

AHMEDABAD : દરિયાપુર દરવાજા નજીકથી 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરાઇ

અહેવાલ – પ્રદિપ કચિયા વલસાડમાં વર્ષ 2021માં 283 કિલો ગાંજાના કેસમાં તપાસ દરમિયાન પકડાયેલો આરોપી અમદાવાદ શહેરમાં ફરી 22 કિલો ગાંજા સાથે દરિયાપુર વિસ્તારથી માધુપુરા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના…
અહેવાલ – પ્રદિપ કચિયા
વલસાડમાં વર્ષ 2021માં 283 કિલો ગાંજાના કેસમાં તપાસ દરમિયાન પકડાયેલો આરોપી અમદાવાદ શહેરમાં ફરી 22 કિલો ગાંજા સાથે દરિયાપુર વિસ્તારથી માધુપુરા પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદના દરિયાપુર દરવાજા નજીકથી ગત મોડી સાંજે એક ખાનગી બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેના ઘરે ગાંજા સાથે આવ્યો છે અને તેનું વેચાણ કરવાનો છે. જેના આધારે માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ. એન. ધાસુરા અને તેની ટીમે રેડ કરી હતી. તે દરમિયાન 22 કિલો ગાંજા સાથે શાહરૂખ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી હતી.
Image preview
વધુમાં L DIVISION ACP દિગ્વિજય સિંહ રાણાએ જણાવ્યુ હતું કે, વલસાડ ખાતે વર્ષ 2020 માં પકડાયેલા 283 કિલો ગાંજાના કેસમાં તપાસ દરમિયાન શાહરૂખ ખાન પઠાણનું નામ સામે આવતા સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી અને સાથે 6 મહિના સુધી નવસારી ખાતે સબ જેલમાં રહ્યો હતો.
જ્યારે જાન્યુઆરી 2021માં જેલમાંથી બહાર આવ્યા બાદ અત્યારે શાહઆલમ ખાતેથી ઝફર નામના વ્યક્તિ પાસેથી 22 કિલો ગાંજો લઈને દરિયાપુર ખાતે તેના ઘરે લાવ્યો હતો અને તેમાંથી તે ગાંજાનું છૂટક વેચાણ કરવાનો હતો. જેની પહેલા મધૂપુરા પોલીસે તેની ધરપકડ કરીને કુલ 2 લાખ 39 હજારનો ગાંજો અને એક કાર મળીને કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે.
હાલતો માધુપુરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે ઝફર નામના અરોપી અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આરોપીનું અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
Whatsapp share
facebook twitter