Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : અમદાવાદીઓ ધ્યાન આપો..! કાલે વહેલા નીકળજો નહીંતર પહોંચી નહીં શકો ઓફિસે!

10:10 PM Jul 23, 2024 | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) આવતીકાલે રિક્ષા (Rickshaws) અને ટેક્સીના પૈડાં થંભી જશે. શહેરની જીવાદોરી સમાન અઢી લાખ રિક્ષાનાં ચાલકો આવતી કાલે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. રિક્ષાચાલકો સાથે શહેરનાં 80 હજાર ટેક્સી ડ્રાઇવરો (Taxis Drivers) પણ આંદોલનમાં જોડાશે. જણાવી દઈએ કે, સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવાની માગ સાથે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો હડતાળ (Strike) પર ઉતરશે.

અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવા માંગ

અમદાવાદમાં (Ahmedabad) આવતીકાલે અઢી લાખ રિક્ષાચાલકો અને 80 હજાર જેટલાં ટેક્સી ડ્રાઇવરો મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. આ કારણે આવતીકાલે શહેરમાં ઓટોરિક્ષા અને ટેક્સી સર્વિસ બંધ રહેશે. માહિતી મુજબ, સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવા માંગ સાથે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો પ્રતીક હડતાળ પર ઉતરશે. આરોપ છે કે, ઉબેર (Uber), ઓલા (Ola) અને રેપિડો (Rapido) કંપની દ્વારા RTO નાં નિયમ મુજબ ભાડું આપવામાં આવતું નથી. સાથે ઓનલાઇન એપ્લિકેશનની (Online Application) હેરાનગતિ પણ વધી જતાં ડ્રાઇવરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આવતીકાલે સવારે 6 વાગ્યાથી હડતાળનો પ્રારંભ

માહિતી મુજબ, આવતીકાલે સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો (Rickshaw Drivers) અને ટેક્સી ડ્રાઇવરો (Taxis Drivers ) હડતાળ પર ઉતરશે. આ આંદોલનનાં કારણે આવતીકાલે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરો અને અન્ય શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો કે, રિક્ષાચાલકોની એક દિવસની પ્રતિક હડતાળમાં (Strike) સ્કૂલ વર્દીની રિક્ષાઓને છૂટ આપવામાં આવી છે. ગાંધી ચિંધ્યા માર્ગે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો એક દિવસનું આંદોલન કરશે. જો સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાય તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો – Neeta Chaudhary : નીતા ચૌધરી કેસને લઈ HC આકરી પાણીએ! પૂછ્યું – શું આરોપી બુટલેગર સાથે રહી..!

આ પણ વાંચો – Gujarat ના IAS અધિકારીની પત્ની ગુંડા જોડે ફરાર અને પછી કર્યો મોટો કાંડ

આ પણ વાંચો – Union Budget 2024 : શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર