Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : મીડિયામાં કેમેરામેન તરીકે કાર્યરત નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ સ્કીન દાન કર્યું

10:29 PM Apr 14, 2024 | Harsh Bhatt
AHMEDABAD : અમદાવાદ ( AHMEDABAD ) સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજુ સ્કિન  દાન. મૃત્યુ બાદ થતું સ્કિનનું દાન જરુરીયાતમંદ માટે ઘણુ ઉપયોગી થાય છે. અંગદાનના સેવાયજ્ઞ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન બેંક થકી સ્કીન દાનનો યજ્ઞ આદરવામાં આવ્યો છે. ગઈકાલે તારીખ 13 મી એપ્રિલના રોજ અમદાવાદ ( AHMEDABAD ) સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બીજું સ્કીન દાન થયું. 31 વર્ષિય નીતિન ગાયકવાડ મીડિયામાં કેમેરામેન તરીકે કામ કરતા હતા. નીતિન ગાયકવાડ મુળ મહારાષ્ટ્રના હતા તેઓ હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા હતા. નીતિન ગાયકવાડ ખાનગી મીડીયામા કેમેરામેનનું કામ કરતા હતા. નીતિન ભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ  પહોંચી હતી. જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નીતિન ભાઈ મૃત્યુ પામતા આ આઘાત વચ્ચે પણ નીતિનભાઈના પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કીન ડોનેશન કર્યું. આ સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ અને સાથે કામ કરતા મીડિયા કર્મીઓ અને પરિવારજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે નીતિભાઈને અશ્રુભીની  શ્રદ્ધાજલી આપી હતી.સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી એ તમામ પરિવારજનો અને મીડિયા પરિવારનો આભાર વ્યક્ત કરી વધું માં વધું લોકો ને મૃત્યુ પછી સ્કિન દાન કરવાં આહવાન કર્યું હતું.
અહેવાલ : સંજય જોશી