+

અમદાવાદ પોલીસના સામિયાણા ગરમીના રેડ એલર્ટ વચ્ચે વાહનચાલકોને આપશે રાહત

Ahmedabad : અમદાવાદ (Ahmedabad ) માં રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસ (police) નો નવતર અભિગમ સામે આવ્યો છે જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે ચાર રસ્તા ઉપર સામિયાણા બાંધવામાં આવ્યાં છે.…

Ahmedabad : અમદાવાદ (Ahmedabad ) માં રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસ (police) નો નવતર અભિગમ સામે આવ્યો છે જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે ચાર રસ્તા ઉપર સામિયાણા બાંધવામાં આવ્યાં છે. ટ્રાફિક જંકશન પર વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટેનો નવતર અભિગમ જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક પોલીસે હાલમાં શહેરમાં ચાર જગ્યા ઉપર સામિયાણા બાંધ્યા

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે હાલમાં શહેરમાં ચાર જગ્યા ઉપર સામિયાણા બાંધ્યા છે. જેમાં ઇન્દિરા બ્રિજ સર્કલ, કાલુપુર, પ્રહલાદ નગર અને સ્વાગત ચાર રસ્તા પર સામિયાણા બાંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગરમી દિવસે ને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે અને આજે તો રેડ એલર્ટ અમદાવાદમાં આપવામાં આવ્યું છે ત્યારે વાહનચાલકો જ્યારે સિગ્નલ ઉપર ઉભા રહે છે ત્યારે સૂર્યની સીધી આવતી કિરણો હીટ મારે છે અને પરિણામે હીટ સ્ટોકનું મોટું જોખમ વાહન ચાલકો ઉપર તોળાતું હોય છે.

વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસના આ નવતર અભિગમને આવકાર્યો

વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસના આ નવતર અભિગમને આવકાર્યો છે કારણ કે સખત ગરમી વચ્ચે થોડા અંશે ગરમીથી રાહત સામિયાણાં અપાવી રહ્યા છે. કોઈપણ ટ્રાફિક જંકશન ઉપર જ્યારે ઉભું રહેવાનું આવે ત્યારે સીધો તાપ માથા પર પડતો હોય છે અને જેના કારણે લોકો ભારે ગરમીનો સામનો કરતા હોય છે. ત્યારે લોકોએ મંડપ નીચે ઉભા રહી ગરમીથી રાહત મેળવતા થયા છે અને ટ્રાફિક પોલીસના નિર્ણયને આવકાર્યો છે.

અહેવાલ–સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો— અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ, મહત્તમ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટની ઝપટમાં

આ પણ વાંચો– Surat: ક્રાઇમ સિટી સુરતમાં રિક્ષાચાલક મનોજે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો— Rain Science : આ વર્ષે મેઘરાજા મોર પર બેસીને પધારશે..

આ પણ વાંચો— Academic Work : ભયંકર ગરમીના પગલે લેવાયો મોટો નિર્ણય…

આ પણ વાંચો—- VADODARA : ગરમીથી બચાવવા ટ્રાફીક સિગ્નલ પર મંડપ ઉભો કરાયો

Whatsapp share
facebook twitter