- ફરી એકવાર અમદાવાદ શહેરમાં સબ સલામત હોવાનો દાવો
- સપ્ટેમ્બર- 2024 સુધીમાં ખૂનની કોશીષના 71 બનાવો નોંધાયેલ
- ચાલુ વર્ષ સપ્ટેમ્બર-2024 સુધીમાં ખૂનના કુલ-61 ગુનાઓ નોંધાયા
Ahmedabad Police Commissioner: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરી એકવાર અમદાવાદ શહેરમાં સબ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જીએસ મલિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના પોલીસ કમિશનર તરીકે પદભાર સંભાળ્યા બાદ 9 મહિના જેટલો સમય થયો જેમાં ક્રાઈમ રેટમાં જંગી ઘટાડો આવ્યો છે. જોકે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો શહેરમાં પાટલા કેટલાક દિવસો દરમિયાન અસમાનત તત્વોના આતંક ફાયરિંગ લૂંટ જેવી મોટી મોટી ઘટનાઓ બની ચૂકી છે જે ખૂબ ચર્ચામાં રહે છે તેવામાં હજુ પણ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ રેટ કાબુમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Ahmedabad Police Commissioner દ્વારા શહેરમાં સબ સલામતનો દાવો | Gujarat First @AhmedabadPolice #AhmedabadSafety #CrimeRateReduction #AhmedabadPolice #SafeCity #CommissionerAchievements #CrimeDown #PublicSafety #LawAndOrder #AhmedabadSecurity #SafeAhmedabad #Gfcard… pic.twitter.com/RV3iNjCU5U
— Gujarat First (@GujaratFirst) October 14, 2024
સપ્ટેમ્બર- 2024 સુધીમાં ખૂનની કોશીષના 71 બનાવો નોંધાયેલ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ-2023 ના સપ્ટેમ્બર માસ સુધીમાં અમદાવાદ શહેરમાં ખૂનના કુલ-86 ગુનાઓ દાખલ થયેલ હતા, જ્યારે ચાલુ વર્ષ સપ્ટેમ્બર-2024 સુધીના સમયગાળા દરમ્યાન ખૂનના કુલ-61 ગુનાઓ નોંધાયા છે. આમ ખૂનના બનાવોમાં 29.07% (25 ખૂન)નો ધરખમ ઘટાડો થયો છે. સપ્ટેમ્બર-2023 સુધીમાં ખૂનની કોશીષના 78 બનાવો નોંધાયેલા છે. જ્યારે સપ્ટેમ્બર- 2024 સુધીમાં ખૂનની કોશીષના 71 બનાવો નોંધાયેલ છે. એટલે કે, તેમાં પણ 08.97 % નો ઘટાડો નોંધાયેલ છે.
આ પણ વાંચો: Jetpur: માનવતા મરી પરવારી! દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
દારૂની મહેફિલ માણતા ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા
ગત વર્ષ સપ્ટેમ્બર-2023 સુધીમાં લૂંટના 115 ગુનાઓ નોંધાયેલ જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં આ બનાવોની સંખ્યા 86 છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ સુધીમાં 25.22 % (29 બનાવો) નો નોંધપાત્ર ઘટાડો થયેલ છે. તમામ પ્રકારની ચોરીઓના કિસ્સામાં ગત વર્ષ-2023 ના સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ- 3981 ચોરીઓના બનાવો બનેલ જ્યારે ચાલુ વર્ષ-2024 ના સપ્ટેમ્બર માસ સુધીમાં આ પ્રકારના ચોરીઓના ફુલ-2811 જેટલા કિસ્સા સામે આવ્યા છે. જેમાં 1170 જેટલા બનાવોનો ધરખમ ઘટાડો થયેલ છે. એટલે કે, ચોરીઓના બનાવોમાં 29.39 % જેટલો ઘટાડો થવા પામેલ છે. પોલીસ કમિશનરે એ પણ માહિતી આપી કે દશેરાના દિવસે પોલીસ કમિશનર કચેરી નજીક દારૂની મહેફિલ માણતા ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Kheda: દુષ્કર્મની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન, જાણો શું કહ્યું SP રાજેશ ઘડિયાએ