Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

06:17 PM May 06, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: ગુજરાતમાં આજે ચૂંટણીના એક દિવસ પહેલા અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઈલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત પોલીસે તાત્કાલિત તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કેસમાં ગુજરાત પોલીસે દિલ્હી પોલીસના સંપર્કમાં રહીને તપાસ હાથ ધરી હતી. આ મામલે ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ધમકીભર્યા ઇ-મેઈમ મામલે ચોંકાવનારો ખુલાસો

નોંધનીય છે કે, આ મેઈલ ક્યાથી આવ્યો અને કોણે મુક્યો હતો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેસમાં વિગતો આપતા જણાવ્યું કે, ઇ-મેઈનના તપાસ દરમિયાન રશિયાની રાજધાની મોસ્કોનું IP એડ્રેસ મળ્યું છે. ગુજરાત પોલીસ દિલ્હી પોલીસને સાથે રાખીને આ કેસમા તપાસ હાથ ધરશે. નોંધનીય છે કે, દિલ્લી પોલીસે મગાવેલી વિગતોથી ગુજરાત પોલીસને આગળની તપાસ કરવામાં વધારે મદદ મળશે.

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી

મળતી વિગતો પ્રમાણે આ ઇ-મેઈલની તપાસમાં એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. વિગતે વાત કરીએ તો ઇ-મેઇમ મામલે તૌહીદ વોરિયરનું નામ સામે આવ્યું છે. તૌહીદ વોરિયરે ઇ-મેઈલ કરીને ‘ઇતિશાદી’ દ્વારા શહેરભરની શાળાઓને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. ઇ-મેઈલમાં લખ્યું હતું કે, ગુજરાતમાં શરિયા કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવી હતી અને જો કોઈ તેનો વિરોધ કરશે તેને સામે હિંસાભરી ધમકી આપવામાં આવી હતી. નોંધનીય કે, બોમ્બના ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે શહેર ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

કેમ્પસમાં બોમ્બ હોવાની ચેતવણી આપતો ઇમેલ મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અત્યારે લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ આવી ધમકી મળી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા દિલ્હીમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈન મળ્યો હતો. જો કે, તે મેઈન ફેક હોવાની વિગતો સામે આવી હતી. 1 મેના રોજ, દિલ્હી (Delhi)-NCR ની લગભગ 100 શાળાઓને તેમના કેમ્પસમાં બોમ્બ હોવાની ચેતવણી આપતો ઇમેલ મળ્યો હતો. આથી એલર્ટ બાદ પોલીસે (Delhi Police) સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીની (Delhi) ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓવાળા એક સમાન ઇ-મેઇલ મળ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!

Surat : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનારા મૌલવીની તપાસમાં મોટો ઘટસ્ફોટ

Vapi GIDC Murder Case: મામાએ જ કરી હતી પોતાના ભાણેજની હત્યા, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો