+

Ahmedabad : જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સ્કૂલોના સંચાલકો સાથે મતદાન જાગૃતિ બાબતે MOU કરવામાં આવ્યા

Ahmedabad : અનુદાનિત અને બિનઅનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે મતદાન જાગૃતિ (Matdan jagruti) સંદર્ભે MOU કરવામાં આવ્યા. 650 થી વધુ કાર્યવાહકોએ નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી…

Ahmedabad : અનુદાનિત અને બિનઅનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે મતદાન જાગૃતિ (Matdan jagruti) સંદર્ભે MOU કરવામાં આવ્યા. 650 થી વધુ કાર્યવાહકોએ નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરી.

 

જિલ્લામાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન  કરવામાં આવ્યું

આગામી તારીખ 7 મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે ઉદેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program)  કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

600 શાળાઓ સાથે મતદાન જાગૃતિ સંદર્ભે MOU કરવામાં આવશે

આજરોજ અમદાવાદ (Ahmedabad) જિલ્લા (ગ્રામ્ય) માં SVEEP પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ સંદર્ભે સઘન કામગીરી કરવાના હેતુસર અનુદાનિત અને બિનઅનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 650 થી વધુ કાર્યવાહકો જોડાયા હતા અને મતદાન જાગૃતિની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અને વધુને વધુ નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરવા માટે તૈયારી બતાવી હતી. કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 22,23 એપ્રિલના રોજ વધુ 600 શાળાઓ સાથે મતદાન જાગૃતિ સંદર્ભે MOU કરવામાં આવશે.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

આ  પણ  વાંચો – Chhotaudepur Election Nomination: લોકસભા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

આ  પણ  વાંચો – Ahmedabad : વિકસિત ભારત એ ઊંચા ઉડાનનું સ્વપ્ન નથી, તે એક પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે: નિર્મલા સીતારામન

આ  પણ  વાંચો Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની

Whatsapp share
facebook twitter