+

અમદાવાદના મહિલા ડોક્ટર બન્યા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ!

ડોક્ટર પણ હવે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. સાયબર ક્રિમિનલ અવનવી તરકીબ અપનાવી ફ્રોડ કરી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા મહિલા ડોક્ટર સાથે બની છે. 100 લોકોના આઈ ચેકઅપના બહાને મહિલા ડોક્ટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કર્નલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ સામે ફરિયાદ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય મહિલા ડોક્ટરે ફરિયાદ નોંધાવી છે. ફરિà

ડોક્ટર પણ હવે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. સાયબર ક્રિમિનલ અવનવી તરકીબ અપનાવી ફ્રોડ કરી રહ્યા છે. આવી જ
એક ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા મહિલા ડોક્ટર સાથે બની છે.
100 લોકોના આઈ ચેકઅપના બહાને
મહિલા ડોક્ટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે.



કર્નલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ સામે ફરિયાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય મહિલા ડોક્ટરે
ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સોલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં
આંખના આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે કામ કરે છે. તેમના મોબાઇલ નંબર પર
10 ફેબ્રુઆરીએ એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ સતિશકુમાર કર્નલ હોવાની ઓળખ આપી હતી. અને તેમનું આર્મી તરીકેનું આઈકાર્ડ મોકલી 100 લોકોનું નોર્મલ ચેકઅપ
કરવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિએ વીડિયો કોલ કરીને પૂછ્યું  ‘100 મેમ્બરના નોર્મલ આઇ ચેકઅપના કેટલા પૈસા થશે તેમ પુછ્યું. મહિલા
તબીબે એક વ્યક્તિના રૂ.
300 લેખે 100 લોકોના રૂ.30 હજાર આપવાનું કહ્યું.


ઓનલાઈન પેમેન્ટના નામે છેતરપિંડી

સતીષે મહિલા તબીબને કહ્યું, કે ‘સરકારી કામ હોવાથી તેઓ એક દિવસ પહેલાં
પૈસા ટ્રાન્સફર કરી દે છે’.  ઓનલાઇન પેમેન્ટ
અંગે પૂછતાં મહિલાએ તેમને આપેલા મોબાઈલ નંબર પર ફોન-પે કરવાનું કહ્યું. પણ સતીષે
મહિલાના નંબર પર બિઝનેસ એકાઉન્ટ હોવાથી અમારી સરકારી સાઇટ પરથી પૈસા ટ્રાન્સફર થતા
નથી
તેમ જણાવ્યું.
 જેથી આરોપીએ ડોક્ટરને બીજો નંબર આપવાનું કહ્યું. મહિલા તબીબે વિશ્વાસમાં આવી બીજો નંબર આપી પેટીએમ કરવાનું
કહ્યું. જો કે તે નંબર પર પણ ટે
કનિકલ ખામીના કારણે પૈસા ટ્રાન્સફર થતા નથી તેમ કહીને ફરિયાદીને વાતોમાં ફસાવી
તેમના અકાઉન્ટમાંથી  1.43 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. થોડીવારમાં મહિલા તબીબને બેંકનો
મેસેજ આવતા તેમના ખાતામાંથી રૂ.1.43 લાખ ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું.
સમગ્ર મામલે મહિલા તબીબે સાબરમતી પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Whatsapp share
facebook twitter