Ahmedabad Crime Branch: અમદાવાદ શહેર (Ahmedabad) માં છેલ્લા 25 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં લૂંટની 4 ઘટનાઓ બની હતી. જે ઘટનામાં ગાડીના કાચ તોડીને રોકડ રકમની લૂંટ ચલાવી, વાહનોની ચોરી અને રોકડ રકમની લૂંટ ચલાવી જેવી ઘટનાઓ બની હતી. જેને લઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch Police) તપાસ હાથ ધરી હતી.
- કુલ 570 થી વધુ CCTV ની તપાસ હાથ ધરવામાં આવી
- ક્રાઈમ બ્રાન્ચે છરા ગેંગના મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ
- આરોપીઓની Modus Operandi
કુલ 570 થી વધુ CCTV ની તપાસ હાથ ધરવામાં આવી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Police) ની ટીમે 4 ગુનાહિત સ્થળે CCTV ના આધારે 25 દિવસ સુધી અમદાવાદ શહેર (Ahmedabad) તથા આસપાસના જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Police) દ્વારા કુલ 570 થી વધુ CCTV ની તપાસ હાથ ધરવામાં આવી હતી. 25 દિવસની તપાસ બાદ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નરોડા પાટિયા નજીકથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે છરા ગેંગના મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ
છારા ગેંગનો મુખ્ય સૂત્રધાર વિશાલ તનવાણી 25 દિવસમાં અમદાવાદ શહેર (Ahmedabad) ના વિવિધ વિસ્તારમાંથી Car ના કાચ તોડીને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. જેના આધારે ઓઢવ પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) પોલીસ સ્ટેશન (Police Station) અને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે (Gujarat High Court) તેની સામે ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Police) આરોપીની ધરપકડની સાથે કુલ 7 લાખ રૂપિયા રોકડ સહિત 8,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓની Modus Operandi
- લૂંટને અંજામ આપવા માટે 4 થી વધુ માણસોની ટુકડી બનાવવામાં આવી
- ગુનાને અંજામ આપતા પહેલા અમદાવાદ શહેરની બહાર મીટિંગ કરતા હતા
- જ્વેલર્સના શોરૂમ તથા આંગડિયા પેઢીની આજુબાજુ રેકી કરીને વ્યક્તિઓ પાસેથી ચીલ ઝડપ કરે છે
- વાહનોની ડેકી અથવા ફોરવીલર્સનો કાચ તોડી લૂંટ કરે છે
- પોલીસને ઘેર માર્ગે દોરવા ચોરી કરેલા વાહનોનો ઉપયોગ કરી વિવિધ રસ્તાઓ પરથી શહેરની બહાર નીકળી જતા હતા
- ચોરી કરેલા વાહનોને અવારૂ સ્થળે મૂકીને અન્ય વાહનોમાં ઘરે પરત ફરતા હતા
- ચોરી કરેલા વાહનોનો કલર બદલીને તેની સાથે હેરા-ફેરી કરતા હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch Police) વિશાલ તનવાણીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેના સાથીદારો ધર્મેન્દ્ર ગુમાનેકર, ઉપેશ અભંગે, નકુલ તમંચે અને તેની સાથે આવેલ અન્ય એક વ્યક્તિ સાથે મળી કુલ 28 લાખ 98 હજાર 800 ની લૂંટ કરી છે. જેમાંથી પોતાના ભાગમાં રોકડ રૂ. 7,00,000 આવેલા છે. જે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે.
અહેવાલ–પ્રદિપ કચિયા
આ પણ વાંચો: Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાઇ