Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

29 દિવસ પહેલા શહેરમાં થયેલી 50 લાખની લૂટનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

05:52 PM May 26, 2023 | Hiren Dave

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખ ની લુંટ કેસમાં 2 આરોપીઓ ની ધરપકડ કરી છે અને 35 લાખ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે..મહત્વ નું છે કે આરોપીઓ ને પકડવા માટે પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા..પોલીસ ગીરફત માં આવેલા બન્ને આરોપીઓ છે વિશાલસિંધી અને પ્રતીક પાનવેકર. વિશાલ પોતાની ગેંગ ચલાવે છે તેને એવો વેહમ હતો કે તેને પોલીસ ક્યારે પકડી શકે નહિ..

આરોપીએ ગત 28 એપ્રિલના રોજ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાં થી 50 લાખ ની લુંટ કરી હતી અને ત્યાર બાદ ત્યાં થી આણંદ ભાગી ગયા હતા. આરોપીઓ લુંટ કર્યા બાદ રૂપિયા પણ અંદરો અંદર ભાગ પાડી લીધેલ..

ચૈતન્ય માંડલિક,ડીસીપી,ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યુ હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રેકી કર્યા બાદ ઘટના ને અંજામ આપ્યો હતો આરોપીઓ એટલા ચાલાક છે કે લુંટ કર્યા બાદ બીજા જિલ્લા માં જતા રહ્યા હતા અને યે પણ હાઈ વે નહિ પરંતુ અંદર ના રસ્તે જતાં હતાં.આરોપીઓ   પોલીસ ને ગેર માર્ગે દોરવા માટે વારંવાર કપડાં,જૂતા બદલી લેતા હતા અને ચેહરો ના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓ ને પકડવા પોલીસે 150 કિલો મીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા.. આરોપી વિશાલે લુંટ ના રૂપિયા થી એક બાઈક પણ લીધી હતી.

અહેવાલ -પ્રદિપ કચીયા,અમદાવાદ

આ પણ  વાંચો-મને કોઈ પક્ષ સાથે ન જોડો, હું બજરંગ બલીની પાર્ટીમાં છુંઃ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી