+

AHMEDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ

AHMEDABAD : લોકસભા (LOKSABHA) ની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફુંકાયો છે. કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આગામી મહિનાઓની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી…

AHMEDABAD : લોકસભા (LOKSABHA) ની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફુંકાયો છે. કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આગામી મહિનાઓની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (GUJARAT CONGRESS PRESIDENT – SHAKTISINH GOHIL), પ્રભારી મુકુલ વાસનિકના નેતાઓ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠકો કરીને માર્ગદર્શન આપી રહ્યા છે.

ટ્રેનરો સાથે બેઠક

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસ સહિતના નેતાઓની આગેવાનીમાં 50થી વધુ ટ્રેનરની બેઠક મળી હતી. જેમાં તમામ ટ્રેનરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને ચૂંટણીમાં કેવી રીતના કામ કરવું, બુથ મેનેજમેન્ટ કેવી રીતના કરવું, સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કેવી રીતે કરવા, લોકોની સમસ્યાનું નિરાકરણ કેવી રીતના લાવવું તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને માર્ગદર્શન

ઉલ્લેખનીય છે કે આગામી સમયની અંદર અંદાજિત 70 થી પણ વધારે નગરપાલિકાઓની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ હવે સ્થાનિક નેતાઓ સાથે મળીને બેઠકો કરી રહી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે લોકસભાની બેઠકમાં દસ વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસ બનાસકાંઠાની બેઠક ઉપર જીત પ્રાપ્ત કરી છે અને ગુજરાતની અનેક બેઠકો લડત આપી હતી.જેને લઇને કોંગ્રેસમાં નવું ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહેવાલ : રાહુલ ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો — GONDAL : હાઇ-વેની હોટલ પાસેથી સુરતનો શખ્સ તમંચા સાથે ઝડપાયો

Whatsapp share
facebook twitter