Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: શહેરમાં સવારથી જ જોવા મળ્યું રમણીય વાતાવરણ, ધોધમાર વરસાદ છે આગાહી

08:50 AM Jul 29, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે 6 જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. મહત્વની વાત તો એ છે કે, અત્યારે અમદાવાદ (Ahmedabad)ના શહેરના વાતાવરણમાં આગાહી પ્રમાણે પલટો આવ્યો છે. એટલું જ નહીં અત્યારે શહેરના ઘણા વિસ્તારોમાં તો વરસાદ શરૂ પણ થઈ ગયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી હતી. શહેરના વાતાવરણમાં ઠંડક આવતાની સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ

અમદાવાદ (Ahmedabad)માં આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઘણા વિસ્તારોમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે. મહત્વની વાત છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો મેઘાએ ધામા નાખી દીધા છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આગાહી પ્રમાણે આજે વરસાદ થવાનો છે.

મહાનગરોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યના અનેજ જિલ્લાઓમાં અત્યારે વરસાદ થઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાનગરોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં અત્યારનું વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે કે, આજે શહેરમાં ધોરમાર વરસાદ થવાનો છે. આગાહી પ્રમાણે અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જો કે, અત્યારે તો અમદાવાદમાં શહેરમાં અહ્લાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Rain in Gujarat : આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર

આ પણ વાંચો: Morbi : CM આવાસ યોજના સાઇટ પર અચાનક પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, કહ્યું- જેટલું કામ થયું તેમાં પણ..!

આ પણ વાંચો:  Bharuch : દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળતા હડકંપ, હત્યા કે આકસ્મિક મોત રહસ્ય યથાવત્