+

Ahmedabad: સિંધુ ભવન પર આવેલા Short gaming zone પર ચેકિંગ, કેમેરામાં કેદ થયા ચોંકાવનારા દ્રશ્યો

Short gaming zone, Ahmedabad: રાજકોટમાં થયેલા અગ્રિકાંડના પડઘા હવે અમદાવાદમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં AMC અને ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. AMC અને ફાયર વિભાગ દ્વારા અમદાવાદ (Ahmedabad)ના સિંધુ…

Short gaming zone, Ahmedabad: રાજકોટમાં થયેલા અગ્રિકાંડના પડઘા હવે અમદાવાદમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં AMC અને ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. AMC અને ફાયર વિભાગ દ્વારા અમદાવાદ (Ahmedabad)ના સિંધુ ભવન પર આવેલા શોર્ટ ગેમિંગ ઝોન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ ઘટનાને કવરેજ કરવા માટે જતા મીડિયા કર્મીઓને ગેમિંગ ઝોનના બાઉન્સરો દ્વારા રોકવામાં આવ્યા હતાં. તો સવાલ એ થાય છે કે, આ લોકો શું છુપાવી રહ્યા છે?

કવરેજમાં અમુક ચોંકવનારા દ્રશ્યો સામે આવ્યા

નોંધનીય છે કે, AMC અને ફાયર વિભાગ દ્વારા ગેમિંગ ઝોનમાં લોકોના સલામતી માટે કેવી સુવિધાઓ છે, ફાયર સેફ્ટી છે કે નહીં? ફાયર એનઓસી છે કે, નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહીં છે. પરંતુ મીડિયા કર્મીને ગેમ ઝોનના બાઉન્સરો દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. છતાં પણ મીડિયા કર્મીઓએ કવરેજ કર્યું હતું. કવરેજમાં અમુક ચોંકવનારા દ્રશ્યો સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે, શોર્ટ ગેમિંગ ઝોન (Short gaming zone)ની પાછળ પણ આગ લાગે તેવો સામાન કેમેરામાં કેદ થયો છે. તો શું આ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે?

ગેમિંગ ઝોનની પાછળ પણ આગ લાગે તેવો સામાન કેમેરામાં કેદ

તમને જણાવી દઇએ કે, શોર્ટ ગેમિંગ ઝોન (Short gaming zone)ના પાછળ ફર્નિચર અને લાકડાના સામાનનો કચરો મળ્યો છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે, આ બેદરકારી શા માટે? ખેર અત્યારે તો ફાયર વિભાગની ટીમ અને AMCની ટીમ તપાસ કરી રહ છે. સંપૂર્ણ તપાસ બાદ જ ખ્યાલ આવશે કે, અહીં લોકો માટે સુરક્ષાની વ્યવસ્થા કેવી છે? પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં AMC અને ફાયર વિભાગનો ACTION MODE ON થઈ ગયો છે.

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: રાજકોટના પ્રતિષ્ઠિત અખબારનો સનસનીખેજ અહેવાલ! લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહ્યા છે નેતાઓ!

આ પણ વાંચો:  Rajkot GameZone Tragedy: રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ! ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા, કહ્યું – જવાબદારો સામે..

Whatsapp share
facebook twitter