+

અમદાવાદ : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ્દ, જાણો શા માટે લીધો આ મોટો નિર્ણય

બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, અને અત્યારે સુરત, ગાંધીનગર બાદ અમદાવાદમાં છે. ખાસ વાત છે કે, આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ…

બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, અને અત્યારે સુરત, ગાંધીનગર બાદ અમદાવાદમાં છે. ખાસ વાત છે કે, આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ વરસાદના વિઘ્નના કારણે બે દિવસીય દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ્દ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ વ્યવસ્થા ખોરવાઇ જતાં દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં 29 અને 30 તારીખે યોજાવવાનો હતો આ મોટો કાર્યક્રમ.

રાજકોટમાં દરબારની તૈયારીઓ ચાલુ

રાજકોટ શહેરના રાજમાર્ગો પર અલગ અલગ સામાજિક સંગઠનો દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને આવકારવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટના રાજકીય, સામાજિક ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ બેનરો લગાવ્યા છે. રાજકોટમાં રેસકોર્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તૈયારીઓ પુજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ, રાજકોટ શહેરના રાજમાર્ગો પરથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાબા બાગેશ્વરનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વડોદરામાં દરબારની તૈયારીઓ ચાલુ

વડોદરા શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. 3 જૂને વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી શકે તેવી વ્યવસ્થા છે. આ દરબારમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોને આયોજકો આમંત્રણ અપાશે. વડોદરાના તમામ સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આમંત્રિત કરાશે.

આ પણ વાંચો : અમદાવાદ : ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

Whatsapp share
facebook twitter