GANDHINAGAR : ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા તેમની મહેફિલ જમાવી રહ્યા છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં એટલી હદે વરસાદ વરસ્યો છે કે પૂરની પણ પરિસ્થતિ તેમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં આવી પરિસ્થતિ એટલે માટે સર્જાઈ છે કેમ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 2460.3 મીમી વરસાદ નોંધાયો છે. હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અમદાવાદ અને GANDHINAGAR માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું કહે છે હવામાન નિષ્ણાંત
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના આગાહીની રાહ મોટાભાગના લોકો જોતા હોય છે, કારણ કે અંબાલાલ પટેલની આગાહી વરસાદ અંગે ખૂબ જ સચોટ હોય છે. હવે અંબાલાલ પટેલે AHMEDABAD અને GANDHINAGAR માં ભારે વરસાદની આગાહી કરી છે. વધુમાં અંબાલાલ પટેલે આગામી 3 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. વધુમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાં તો ભારે વરસાદની સાથે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ છે. અહી ઉલ્લેખનીય છે કે, લાનીનોની અસર થઈ ના હોવાથી વરસાદી હેલી વરસાદની જોવા નથી મળતી. આપણે આગળ જતા મહેસાણાની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે – મહેસાણામાં ૪ ઇંચ વરસાદ સાથે બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે કેટલાક ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતા છે. વધુમાં પંચમહાલમાં 5 ઈંચ અને સાબરકાંઠામાં 4 ઈંચ વરસાદની શક્યતા છે.
GUJARAT માં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
વધુમાં વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં આવી પરિસ્થતિ એટલે માટે સર્જાઈ છે કેમ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 2460.3 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે પૂરનો ભોગ બનેલા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે.
આ પણ વાંચો : VADODARA : મોડી રાત્રે 9 ફૂટના મગરે ભારે મથાવ્યા