Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : દુષ્કર્મ મામલે કેડિલા ફાર્માના માલિક વિરુદ્ધ આખરે ફરિયાદ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી

11:13 PM Dec 31, 2023 | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે સોલા પોલીસ મથકે કેસ નોંધાયો છે. કેડિલા ફાર્માના (Cadila Pharma) માલિક રાજીવ મોદી (Rajiv Modi) વિરુદ્ધ વિદેશી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વિદેશી યુવતી દ્વારા તેમની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ચાલુ વર્ષે ત્રીજા મહિનાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે હાઈકોર્ટના (High Court) આદેશ બાદ હવે રાજીવ મોદી વિરુદ્ધ સોલા પોલીસ મથકે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. માહિતી અનુસાર, IPC ની કલમ 376, 354, 506 (2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે સોલા પોલીસે (Sola Police Station) આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ડો. રાજીવ મોદી અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

એ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી એચ. એમ. કંસાગરાએ મીડિયાને જણાવ્યું હતું કે, 22 ફેબ્રુઆરી, 2023થી લઈ અને 26 માર્ચ, 2023 દરમિયાન એક વિદેશી યુવતી સાથે શારીરિક દુષ્કર્મ અને છેડતી અંગેની ફરિયાદ મામલે ડો. રાજીવ મોદી (Rajiv Modi) તેમ જ અન્ય વ્યક્તિ જોહન્સન મેથ્યૂ વિરુદ્ધ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટ  તરફથી નીચલી કોર્ટમાં પણ આ બાબતે કાયદેસર CRPC 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલ હોય એ અન્વયે સિટી કોર્ટ, ગ્રામ્ય કોર્ટના હુકમ આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં CRPC 156 (3) હેઠળ ડો. રાજીવ મોદી અને જોહન્સન મેથ્યૂ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદ કેડિલા ફાર્માના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતીએ ફરિયાદ કરી હતી

પ્રાપ્ત અહેવાલ મુજબ, બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતી કેડિલા ફાર્મા કંપનીના માલિક ડો. રાજીવ મોદીની પર્સનલ આસિ. તરીકે કામ કરી હતી. આ યુવતીએ ડો. રાજીવ મોદી (Rajiv Modi) અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવી IPC ની કલમ 376, 354, 506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ કેસમાં હાઈકોર્ટના (High Court) આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી અનુસાર, બેલ્ગેરિયન યુવતી પોતાની રજૂઆત કરવા માટે અમદાવાદના અલગ અલગ પોલીસ મથક જેમ કે બોડકદેવ, વસ્ત્રાપુર ખાતે પણ ગઈ હતી. ત્યાર બાદ યુવતી ન્યાયની માગ સાથે કમિશનર કચેરી ખાતે પણ રજૂઆત કરવા પહોંચી હતી. પરંતુ, કોઈ પણ જગ્યા પરથી યુવતીને યોગ્ય જવાબ મળ્યો નહોતો. આથી યુવતીએ ન્યાય માટે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.

આ પણ વાંચો – Valsad: અંતરિયાળ વિસ્તારમાં બે દીપડા Mobile Camera માં કેદ થયા