Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શરૂઆતી તેજી બાદ ભારતીય શેર બજાર કડકભૂસ, SENSEX 1 હજારથી વધુ પોઇન્ટ તૂટ્યો, જાણો શું છે કારણ?

04:39 PM Dec 20, 2023 | Vipul Sen

બુધવારે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેર માર્કેટના બંને ઇન્ડેક્સમાં રોકેટ રફતાર જોવા મળી હતી અને Sensex-Nifty નવી ટોચે પહોંચ્યા હતા. પરંતુ, કારોબારના અંતિમ તબક્કામાં અચાનક માર્કેટ કડકભૂસ થયું અને સેન્સેક્સ લગભગ 1 હજારથી વધુ પોંઇન્ટ પટકાયો. સાથે જ નિફ્ટી 50 પણ 400થી વધુ પટકાયો.

બુધવારે 200 પોઇન્ટથી વધુની તેજી સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ બપોર બાદ 1 હજારથી વધુ પોઇન્ટ તૂટ્યો હતો. કોરાબારી સમય દરમિયાન સેન્સેક્સે 1300થી વધુ અંક પટકાઈને 70,302ની આજની નીચલી સપાટી નોંધાવી હતી. જો કે, અંતિમ તબક્કામાં સેન્સેક્સમાં થોડી રિકવરી જોવા મળી હતી.  આજની નીચલી સપાટીએ રિકવર થઈને સેન્સેક્સ 931 પોઇન્ટ પટકાઈને 70,506 પર બંધ આવ્યો છે. જ્યારે નિફ્ટી 50ની વાત કરીએ તો બુધવારે 303 પોઈન્ટ ગગડીને 21,150 પર બંધ આવ્યો છે. માર્કેટમાં વેચવાલીનું કારણ નફાખોરી અને કોરોના કેસમાં વધારો માનવામાં આવી રહ્યા છે.

Sensex-Nifty નવી ટોચે પહોંચ્યા

બપોરે 3 વાગ્યાની આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) 30 શેરવાળું ઇન્ડેક્સ BSE SENSEX 866.59 પોઈન્ટ એટલે કે 1.21 ટકા પટકાઈને 70,570.60 ના લેવલે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) NIFTY 50 282.50 પોઈન્ટ અથવા 1.32 ટકા ગગડીને 21,170 ના લેવલે કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતી તેજી દરમિયાન સેન્સેક્સ લગભગ 450 અંકના ઉછાળા સાથે તેના નવા ઓલ ટાઇમ હાઈ 71,913 ના લેવલે પહોંચ્યો હતો. જો કે, ત્યાર પછી ઇન્ડેક્સમાં 1 હજારથી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 50ની વાત કરીએ તો બુધવારે શરૂઆતી તેજી સાથે ઇન્ડેક્સ 21,593એ પહોંચ્યો હતો, જે તેનો 52 વીકનો હાઇ લેવલ હતો, ત્યાર બાદ તે હાઇ લેવલથી 370 અંક પટકાયો હતો. કારોબાર દરમિયાન BSE પર લગભગ 30માંથી 29 શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો – Go First ને ખરીદશે સ્પાઇસ જેટ! કંપનીએ દાખવ્યો રસ, કંપનીના શેરમાં આજે આટલો થયો ઉછાળો