+

Patan : પત્નિના મોત બાદ પતિએ સમાધી લેવાનો કર્યો નિર્ણય અને પછી….

પાટણમાં એક પરણિત મહિલાનું અગમ્ય કારણોસર રાત્રે મોત થતાં મહિલાના પતિએ પત્ની પાછળ સમાધિ લેવાનો નિર્ણય કરતા ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે આ મામલે પોલીસ અને સામાજીક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધી…

પાટણમાં એક પરણિત મહિલાનું અગમ્ય કારણોસર રાત્રે મોત થતાં મહિલાના પતિએ પત્ની પાછળ સમાધિ લેવાનો નિર્ણય કરતા ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે આ મામલે પોલીસ અને સામાજીક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધી લેતા અટકાવાયા હતા પરંતુ પતિના આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો હતો.

મળતી વિગતો અનુસાર રાધનપુર ખાતે રહેતા જીવરામભાઈ જગસીભાઇના ધર્મપત્ની રાત્રે દેવલોક થતા તેમને જાતે તેમની ધર્મ પત્ની સાથે સાંજના ચાર વાગ્યે જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી તેમના સમાજ અને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતા. જોકે પોલીસે આ સમગ્ર મામલાને પોતાને હાથે લઈને તેમને અટકાવી લીધાં હતા.

આ પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે

જીવા ભગતે જણાવ્યું કે, હા મોક્ષ થવા માટે આ જીવનની અંદર જ સમાવવા માટે, મારા ધરમ પત્નિ છે અમારે ભક્તાણી છે. આ તો બીજા જનમના અમારે એકાબીજને કોલ આપેલા હતા તેના હિસાબથી અમારે ભેગુ રહેવાનું છે. મારા પર કોઈનું દબાણ નથી મારી ઈચ્છા છે, મારો આનંદ છે. આ કાર્ય કરવાનું છે, એ પણ હું તમને કહી દવ કે બીજા જન્મમાં આવા પતિ પત્નિને રોગ ના આવે આ રોગ આવે છે પતિ-પતનિ જુદાં હોય ત્યાં સુધી. એટલે આ પ્રેમથી જવાનું છે મારે અને પ્રેમથી સમાધી લેવાની છે. મંજુરી આપો તો બરાબર છે અને ભગવાનની મંજુરી મળી ગઈ છે પણ એ કેવાય નહી આ પરમાત્માની કૃપાથી બની રહ્યું છે.

પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો

આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, રાધનપુર આદર્શ હાઈસ્કુલ રોડ પર જીવાભાઈના પત્નિ મૃત્યુ પામ્યા હોય તેથી તેઓએ પણ સમાધી લેવાનું નક્કી કરેલું સમાજના લોકો પણ એકઠાં થયેલા આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે તેઓને અને સમાજના આગેવાનોને સમજાવીને અહીં લાવેલા અને આ પગલું નહી ભરવા જણાવી તેઓ આવું નહી કરે તેવું નિવેદન લેવડાવ્યું છે.

આ પણ વાંચો : સિદ્ધપુર સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter