+

Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

Kyrgyzstan : કિર્ગીસ્તાન (Kyrgyzstan)માં વિદ્યાર્થીઓ પરના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. ભારતીય વિદ્યાર્થીઓએ તત્કાળ મદદ કરવા માટે સરકારને વિનંતી કરી છે. એક વિદ્યાર્થીનીનો ઓડિયો વાયરલ થયો છે તેમાં તે જણાવી…

Kyrgyzstan : કિર્ગીસ્તાન (Kyrgyzstan)માં વિદ્યાર્થીઓ પરના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. ભારતીય વિદ્યાર્થીઓએ તત્કાળ મદદ કરવા માટે સરકારને વિનંતી કરી છે. એક વિદ્યાર્થીનીનો ઓડિયો વાયરલ થયો છે તેમાં તે જણાવી રહી છે કે અહીં અમને મારવામાં આવી રહ્યા છે અને એરપોર્ટ પરથી ઘેર અને હોસ્ટેલમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. અમારી સ્થિતી ખુબ ખરાબ છે.

વિદ્યાર્થીઓ પોતાની રુમોમાં જ ફસાઇ ગયા

કિર્ગિસ્તાન ની રાજધાની બિશ્કેક (Bishkek) માં સ્થાનિક નાગરિકો અને વિદેશી વિદ્યાર્થી (Students) ઓ વચ્ચે માથાકૂટ થયા બાદ સ્થાનિકો સતત વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા કરી રહ્યા છે. રાજધાની બિશ્કેકમાં પરિસ્થિતિ ગંભીર ૂની રહી છે. ભારત, પાકિસ્તાન સહિતના વિદ્યાર્થીઓ પોતાની રુમોમાં જ ફસાઇ ગયા છે. ભારતના 10 હજાર વિદ્યાર્થીઓની સ્થિતી કફોડી બની છે.એક અહેવાલ અનુસાર, આ ઘટનામાં કિર્ગિસ્તાનની રાજધાની વિશ્કેકના સ્થાનિક નાગરિકોએ Pakistan, Bangladesh અને India મૂળના Students ઓ જે હોટલમાં રહેતા હતા. તેની પણ હમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલાની અંદર Pakistan અને Bangladesh ના અમુક વિદ્યાર્થીઓનું મોત નિપજ્યુ છે. ત્યારે આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

કિર્ગીસ્તાનમાં સુરતના 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ફસાયા

વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓએ કરેલા હુમલા બાદ ભારતીય વિદ્યાર્થીઓ ડરી ગયા છે અને મદદની ગુહાર કરી રહ્યા છે.
કિર્ગીસ્તાનમાં સુરતના 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે ગયેલા છે. ફસાયેલા વિધાર્થીઓના પરિજનોમાં ચિંતા જોવા મળી રહી છે અને પરિવારના સભ્યો વિદેશ મંત્રીનો પણ સંપર્ક કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા મારફતે સરકાર પાસે મદદ

સુરતની રિયા લાઠીયા પણ યુનિવર્સિટી ઓફ કસમામાં ફસાઈ છે. રિયા લાઠીયાએ સોશિયલ મીડિયા મારફતે સરકાર પાસે મદદ માગી છે. રિયાએ ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. રિયા યુનિવર્સિટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

થોડા દિવસ પહેલા એક છોકરી પર રેપ થયો હતો

રિયાએ ઓડિયો ક્લીપ વાયરલ કરી છે તેમાં તે જણાવી રહી છે કે મારુ નામ રીયા છે. એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. અહી ખરાબ હાલત છે. અમે એરપોર્ટ પર એક વાર જઇ આવ્યા પણ બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેમ કહી અમને ઘેર અને હોસ્ટેલ પાછા મોકલી દીધા છે. થોડા દિવસ પહેલા એક છોકરી પર રેપ થયો હતો. એક અઠવાડીયાથી આ થઇ રહ્યું છે. અમને અમારા માતા પિતા પાસે જવું છે. સરકાર કંઇ કરી શકી નથી. તેલંગનાના મિનિસ્ટરે ફ્રી ફ્લાઇટ કરી છે. તો અમારી માટે કેમ વ્યવસ્થા કરાતી નથી. અમને સરકારની હેલ્પની જરુર છે. વિદ્યાર્થીઓ માટે ફ્લાઇટની વ્યવસ્થા કરો. અમે અનસેફ ફીલ કરી રહ્યા છીએ.

અમને અહીંથી બહાર કાઢો

રિયા ઓડિયો ક્લીપમાં કહી રહી છે કે અમને પ્લીઝ હેલ્પ કરો..અમને અહીંથી બહાર કાઢો. અમારી સાથે મારપીટ થઇ છે. રાત્રે 3 વાગે તેઓ દરવાજા ખખડાવીને હેરાન કરી રહ્યા છે. છોકરાઓને ખુબ માર્યા છે. અમને ભારત પાછા આવવું છે. દરેક ભારતીય વિદ્યાર્થી તરફથી વિનંતી કરી રહી છું

તાત્કાલિક ધોરણે 0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે

ઉલ્લેખનિય છે કે India In Kyrgyz Republic ના ટ્વિટર એકાઉન્ટે જાહેર કર્યું છે કે, Indian Students ઓ સાથે સતત સંપર્ક કાર્યરત છે. તો બીજી તરફ હાલમાં સ્શિતિ કાબૂમાં છે. તેમ છતાં Indian Students ઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ઘરની અંદર જ રહે. કોઈ પણ આકસ્મિક ઘટનાનો અહેસાસ થાય ત્યારે તાત્કાલિક ધોરણે 0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે.

આ પણ વાંચો—– Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો

Whatsapp share
facebook twitter