+

વર્ષ 2021માં તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત હવે અમલી બનશે, જાણો

વર્ષ 2021માં નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની સૌથી પહેલી સ્કીન બેંક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનશે અને તેને લઈને રોટરી ક્લબ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી શરૂ થઈ શકી નથી. પરંતુ હવે સ્કીન બેંક શરૂ થાય તેની પ્રોસેસ હાથ ધરાઈ છે.વર્ષ 2021 માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌપ્રથમ સ્કિન બેંક શરૂ થશે એવી જાહેરાત નીતિનભાઈ પટેલે કરી હતી અને રાજ્ય સરકારે આ હà«
વર્ષ 2021માં નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની સૌથી પહેલી સ્કીન બેંક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બનશે અને તેને લઈને રોટરી ક્લબ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી શરૂ થઈ શકી નથી. પરંતુ હવે સ્કીન બેંક શરૂ થાય તેની પ્રોસેસ હાથ ધરાઈ છે.
વર્ષ 2021 માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌપ્રથમ સ્કિન બેંક શરૂ થશે એવી જાહેરાત નીતિનભાઈ પટેલે કરી હતી અને રાજ્ય સરકારે આ હેતુ માટે રોટરી ક્લબને મોટી જગ્યા પણ ફાળવી હતી. તે સમયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક સ્થાપવા માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ આજ દિન સુધી સ્કીન બેંક શરૂ થઈ શકી નથી તે પણ હકીકત છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે “અમદાવાદના રોટરી ક્લબની મદદથી અમે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંકની સ્થાપના કરીશું.  રાજ્ય સરકારની સ્કિન બેંક એવા દર્દીઓને મદદ કરશે જેમને ત્વચા પ્રત્યારોપણની જરૂર છે. પહેલાં જો કોઈ દર્દીને સ્કિન ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી તો તે મુંબઈ જેવા શહેરોમાંથી લાવવામાં આવતી.  પરંતુ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તે શક્ય બનશે અને તેના માટે રોટરી ક્લબ સ્કિન બેંકના નિર્માણ અને સંચાલન માટે રૂ. 2.5 કરોડનો ખર્ચ કરશે. એવું તે સમયના નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે કહ્યું હતું પરંતુ તે શક્ય બન્યું નહીં. પરંતુ હવે સારા સમાચાર સિવિલ સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોષીએ આપ્યા છે. તેમને જણાવ્યું  કે કોરોના ને કારણે અમે બે વર્ષ સ્કીન બેંક શરૂ કરી શક્યા ન હતા. પરંતુ હવે ભવિષ્યના ટૂંકા ગાળામાં આ સ્કીન બેન્ક શરૂ થઈ જશે. તેના માટે સાધન સામગ્રી ખરીદવાની પ્રક્રિયા પણ આવતા વીકમાં શરૂ થઈ જશે. અને રાજકોટ બાદ બીજી સ્કિન બેંક આ ગુજરાતની બનશે.
અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં અંગદાન નું પ્રમાણ સારી એવી માત્રામાં વધ્યું છે લોકોમાં આવેલનેસ આવી છે. ત્યારે બ્રેનડેડ ના કેસમાં ત્વચા પણ મળી રહે છે અને સ્કીન બેંક હોવાથી તેમાં તેની સાચવણી પણ થઈ શકશે. 50% થી વધુ બર્ન વાળા કેસમાં સ્કીન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી દર્દીના શરીરમાંથી પ્રોટીન લોસ થવાથી અટકી શકશે ઉપરાંત જે તે સર્જરીમાં ઉપયોગમાં લેવાતી સ્કિન જે વધી જતી હોય છે તેને પણ સંગ્રહ કરી શકાશે. રોટરી ક્લબ સાથે એમઓયુ અગાઉ થઈ ગયા છે અને અમે સિવિલ હોસ્પિટલ ટ્રોમા વોર્ડના ચોથા માળે તેના માટે જગ્યા પણ ફાળવી આપી છે. આગામી અઠવાડિયામાં તેના માટેની સાધન સામગ્રી ખરીદવાની પ્રોસેસ પણ શરૂ થઈ જશે અને ટૂંકા ભવિષ્યમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્કીન બેંક શરૂ થઈ જશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter