+

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અમદાવાદમાં NSUI બાદ હવે ABVPનો વિરોધ

ભાજપની જ ભગીની સંસ્થા એબીવીપી ના કાર્યકર્તાઓ પેપર લીક મામલે ગાંધી આશ્રમ ખાતે રસ્તા પર ઉતરી આવ્યા.  ગુજરાત સરકારનું સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણ પણે નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું અને  જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરકાંડના આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી. ગાંધી આશ્રમ બહાર કાર્યકર્તાઓએ  વિરોધ પ્રદર્શન કર્યું હતું તો પોલીસે  ABVPકાર્યકર્તાઓની અટકાયત કરી હતી.ગુજરાત સ
ભાજપની જ ભગીની સંસ્થા એબીવીપી ના કાર્યકર્તાઓ પેપર લીક મામલે ગાંધી આશ્રમ ખાતે રસ્તા પર ઉતરી આવ્યા.  ગુજરાત સરકારનું સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણ પણે નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું અને  જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરકાંડના આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી. ગાંધી આશ્રમ બહાર કાર્યકર્તાઓએ  વિરોધ પ્રદર્શન કર્યું હતું તો પોલીસે  ABVPકાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ગુજરાત સરકાર નુ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ : ABVP
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની  પરીક્ષા ઓનું પેપર લીક થવાની ઘટના થી ગુજરાતના યુવાનો સાથે વિશ્વાસઘાત થયો છે, વારંવાર પેપર લીક થવાથી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટી/હીસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા આજે તા. ૨૯/૦૧/૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૨:૦૦ કલાકે વિવિધ જીલ્લાઓ મા યોજાવનાર હતી , પરંતુ પંચાયતી સેવા પસંદગી મંડળ નાકામ રહ્યુ છે. પોલીસ ને મળેલ બાતમી અનુસાર એક શંકાસ્પદ ઈસમ ની ધરપકડ કરતા તેની પાસે થી આજ ની પરીક્ષા નુ પ્રશ્ન પત્ર મળી આવતા પેપર લીક નો કૌભાંડ બહાર આવ્યો. વિધાર્થી પરિષદ દ્વારા પણ વારંવાર પેપર લીક ને લઈ ને અનેક વાર રજુઆતો કરવામાં આવેલી છે. પરંતું પંચાયતી સેવા પસંદગી ની નિષ્ફળતાના કારણે કેટલાય વિધાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. 
વિધાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે
  •  24 કલાક મા પરિક્ષા ની નવી તારીખો જાહેર કરવામાં આવે. 
  • 20 દિવસ ની અંદર અંદર આ પરિક્ષાઓ લેવામા‌ આવે.
  • પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ, ભોજન ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.
  • આ પેપર લીક કૌભાંડ પર SIT ની રચના કરવામાં આવે.
  • આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહ નો કેસ લગાવવામાં આવે , ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે.
  • સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રમાં યોગ્ય અધિકારીઓ , શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી  નિયુક્તિ થવી જોઈએ.
  • આરોપીઓની પ્રિન્ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળના તંત્રની રચના પર ફરી વિચાર પણ થવો જોઈએ. અને તેમા પ્રદેશના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકો‌ને સમિતિમા સ્થાન આપવું જોઈએ. તથા બહારી પ્રાઈવેટ એજન્સી ઓને કામ આપવામા આવે છે, પરંતુ મંડળે પોતાને રાખવી પડતી ગુપ્તતા પર પણ પશ્ન ઉભા થાય છે. ત્યારે આ રીતે વારંવાર પેપર લીક થવાની ધટના વિધાર્થી પરિષદ સહેજ પણ સાંખી નહીં લે, અને વિધાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે.
 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter