વર્ષ 2020 માં આવેલી કોરોનાની મહામારીએ આખી દુનિયાને હચમચાવી દીધું હતું. હવે વિશ્વ ઉપર નવા રોગનો ખતરો ઘેરાઈ રહ્યો છે. આ ખતરાનું નામ MPOX (MONKEY POX) છે.અત્યાર સુધીમાં આશરે 116 લોકો MPOXના શિકાર બની ચૂક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની કટોકટી સમિતિની બેઠકમાં આ રોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ રોગ 2022 માં બહાર આવ્યો હતો જે સમાપ્ત થવાને બદલે વધી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
MPOX સામે લડવા વિશ્વએ રહેવું પડશે તૈયાર
MPOX એટલે કે મંકીપોક્સ તે હાલ પશ્ચિમ, મધ્ય અને પૂર્વ આફ્રિકન દેશોમાં વધુ ફેલાઈ રહ્યો છે.વધુમાં તેના કેસ અમેરિકા અને યુરોપમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. આ રોગ વિશે વાત કરવામાં આવે તો તે વાયરસની જેમ ફેલાય છે, જે શીતળા જેવો દેખાય છે.જ્યારે તેનો ચેપ લાગે છે ત્યારે વ્યક્તિમાં તાવ અને શરદી જેવા લક્ષણો જ જોવા મળે છે.રોગના લક્ષણો સાંભળવામાં સામાન્ય લાગે છે પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ ખતરનાક છે. આ રોગમાં શરીર ઉપર ઝીણી ઝીણી ફોલ્લી થવા લાગે છે, જે ખૂબ જ વિચિત્ર લાગે છે અને વધુમાં તેને દૂર થતાં પણ ઘણો સમય લાગી જાય છે.
આફ્રિકામાં MPOX ના 15,000 થી વધુ કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આફ્રિકામાં એમપોક્સના 15,000 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 461 લોકોના મોત નોંધાયા છે. આ રોગની અસર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સૌથી વધુ અસર જોવા મળી છે.અહેવાલો અનુસાર, આફ્રિકન ખંડને 10 મિલિયનથી વધુ રસીની જરૂર છે, જ્યારે તેમની પાસે માત્ર 200,000 છે. અમેરિકાએ તેની મદદ માટે 17 મિલિયન ડોલર આપ્યા છે. હવે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે, જેના જોતા આફ્રિકન યુનિયનની હેલ્થ ઓથોરિટીએ મહાદ્વીપ પર જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા, આફ્રિકા સીડીસીના વડા જીન કેસિયાએ જણાવ્યું હતું કે, “ભારે હૃદય સાથે પરંતુ અમારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, અમે ખંડ પર જાહેર આરોગ્ય કટોકટી લાદવાની જાહેરાત કરીએ છીએ.”
આ પણ વાંચો : બ્રિટેનમાં 90 વર્ષથી ગર્વ કરાતા નક્શાને લંડનના પ્રોફેસરે કચરો કીધો