Advocate Mathews Nedumpara: આજરોજ NEET-UG ને લઈને સુપ્રીમ કોર્ટેમાં સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એક વરિષ્ઠ વકીલ દ્વારા દેશના DY Chandrachud ના આદેશ વિરુદ્ધ નિવેદન આપવામાં આવ્યું હતું. જેના કારણે DY Chandrachud એ તે વરિષ્ઠ વકીલને સુરક્ષા કર્મચારીઓનને બોલાવીનને ન્યાયાલયની બહાર મોકલી દેવામાં આવ્યા હતાં.
-
Mathews Nedumpara અન્ય વકીલની દલીલમાં કૂદી પડ્યા
-
આ પ્રકારના વર્તનને ન્યાયાલાય માટે શરમજનક માન્યું
-
24 વર્ષથી ન્યાયાલાયમાં ન્યાયાધીશની ભૂમિકા અદા કરું છું
ત્યારે સમગ્ર મામલો આ પ્રકારે છે કે, NEET-UG ને લઈને સુપ્રીમ કોર્ટેમાં CJI DY Chandrachud ની સમક્ષ દલીલો કરવામાં આવી રહ્યી હતી. તો આ સુનાવણી દરમિયાન ન્યાયાલયની અંદર વરિષ્ઠ વકીલ Mathews Nedumpara અને Narender Hooda દલીલો કરી રહ્યા હતાં. ત્યારે વરિષ્ઠ વકીલ Narender Hooda ની દલીલ દરમિયાન વરિષ્ઠ વકીલ Mathews Nedumpara એ વચ્ચે એક વાક્ય કહ્યું હતું.
આ પ્રકરાના વર્તનને ન્યાયાલય માટે શરમજનક માન્યું
તો વકીલ Mathews Nedumpara એ કહ્યું હતું કે, આ મામલે મારે કંઈ કહેવું છે. ત્યારે CJI DY Chandrachud એ Mathews Nedumpara ને કહ્યું કે, તેઓ Narender Hooda ની વાતને પૂર્ણ થવાની રાહ જુએ. તે આવી રીતે ન્યાયાલાયની પ્રતિષ્ઠાનો અનાદર ના કરે. ત્યારે Mathews Nedumpara એ CJI DY Chandrachud ને વળતો જવાબ આપતા કહ્યું કે, તેઓ એક વરિષ્ઠ વકીલ છે, તેમની સાથે આ રીતે વ્યવહાર ન કરવો જોઈએ. તો ત્યારે CJI DY Chandrachud એ આ પ્રકરાના વર્તનને ન્યાયાલાય માટે શરમજનક માન્યું હતું. અને તેમને અંતિમ ચેતવણી આપી હતી.
24 વર્ષથી ન્યાયાલાયમાં ન્યાયાધીશની ભૂમિકા અદા કરું છું
પંરતુ ત્યારે પણ CJI DY Chandrachud ને વળતો જવાબ આપતા Mathews Nedumpara એ કહ્યું કે, આ પ્રકારના વાક્યો મારા માટે અપમાનજનક છે. તો અંતે CJI DY Chandrachud એ સુરક્ષા કર્મચારીઓને બોલાવીને Mathews Nedumpara ને સુનાવણીથી બેદખલ કર્યા હતાં. તે ઉપરાંત Mathews Nedumpara ને કહ્યું હતું કે, હું છેલ્લા 24 વર્ષથી ન્યાયાલાયમાં ન્યાયાધીશની ભૂમિકા અદા કરું છું. કોઈ પણ વકીલ આવી રીતે ન્યાયાલાય કે અન્ય વકીલની આવી રીતે નિંદા કર શકશે નહીં. અને જો કોઈ આવું વર્તન કરે છે. તો તેની સાથે આ પ્રકારનું જ વર્તન કરવામાં આવશે.
આ પણ વાંચો: Budget 2024 : નાણામંત્રીની ભેટ, મોબાઈલ ફોન અને સોના-ચાંદી ખરીદવું સસ્તું બનશે