+

ફાર્મસીની ૧૮ નવી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર, 31 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે

ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી ૧૮ ફાર્મસી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ૨૫ કોર્સને મંજૂરી આપતા આ કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. પરંતુ ચૂંટણી તથા આચાર સંહિતાને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી.  નવી સરકારની રચના થયા બાદ ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સરકાર પાસે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગણી કરાઈ હતી. સરકારે મંજૂરી આપà
ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી ૧૮ ફાર્મસી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ૨૫ કોર્સને મંજૂરી આપતા આ કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. પરંતુ ચૂંટણી તથા આચાર સંહિતાને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી.  નવી સરકારની રચના થયા બાદ ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સરકાર પાસે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગણી કરાઈ હતી. સરકારે મંજૂરી આપી દેતા પ્રવેશ સમિતિ દ્વારા ફાર્મસીની નવી ૧૮ કોલેજો-૨૫ કોર્સની સ્ટેટ ક્વોટાની ઈડબ્લુએસ સાથેની ૯૦૦ જેટલી બેઠકો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામા આવ્યો છે. કાઉન્સિલે નક્કી કરેલી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધીની છે.

૧૮ નવી ફાર્મસી કોલેજોને મંજૂરી અપાયેલી છે 
ફાર્મસી કાઉન્સિલ દ્વારા ગુજરાતની ૧૮ નવી ફાર્મસી કોલેજોને મંજૂરી અપાઈ હતી.જેમાં ૭ કોલેજોને બી.ફાર્મ અને ડી.ફાર્મ બંને માટે અને ૧૧ કોલેજોને માત્ર બી.ફાર્મ માટે મંજૂરી મળી હતી. પ્રવેશ સમિતિએ અગાઉની સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બે રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ખાનગી કોલેજોને ભરવા પણ આપી દીધી હતી પરંતુ આ નવી કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. જેથી સરકારની મંજૂરી મળતા એસીપીસી-પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. 

૨૫મી સુધીમાં ઓનલાઈન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે
જે મુજબ મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ ૨૩મીએ બપોરના ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન કન્સેન્ટ આપી ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે. ૨૩મી સાંજે ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરાશે અને વિદ્યાર્થીએ ૨૫મી સુધીમાં ઓનલાઈન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. પ્રવેશ સમિતિ દ્વારા ૧૮ કોલેજોના ૨૫ કોર્સની મંજૂર થયેલી કુલ ૧૫૦૦ બેઠકો અને ૧૦ ટકા ઈડબલ્યુએસ સાથેની ૧૭૮૦ બેઠકોમાંથી ૫૦ ટકા મુજબ ૯૦૦ જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 
કોલેજો પોતાની બેઠકો ૨૧ થી ૨૬મી સુધી ભરી શકશે
જ્યારે બાકીની ૫૦ ટકા મેનેજમેન્ટ ક્વોટા બેઠકો કોલેજો પોતાની રીતે ગુજકેટ કે નીટથી ભરશે. કોલેજો પોતાની બેઠકો ૨૧ થી ૨૬મી સુધી ભરી શકશે.કાઉન્સીલે દરેક કોલેજ-કોર્સમાં ૬૦-૬૦ બેઠકો મંજૂર કરતા ફાર્મસીની ઈડબલ્યુએસ સાથેની ૧૭૮૦ બેઠકો વધી છે પરંતુ અગાઉની પ્રવેશ પ્રક્રિયામાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓના મેરિટ સામે ૬૩૦૦ બેઠકોમાંથી નોન રિપોર્ટેડ થયેલી ૧૩૦૦ બેઠકો ખાલી રહી હતી.આમ આ નવા પ્રવેશ રાઉન્ડ બાદ પણ ઘણી બેઠકો ખાલી રહે તેમ છે કારણકે પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter