+

સુરત હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો, યુરોપિયન દેશો દ્વારા રફ હીરા પર પ્રતિબંધ લદાયો

અહેવાલ : આનંદ પટણી  સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કટ અને પોલિશ્ડ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં ઉત્પાદન થતા હીરામાં 30 ટકા જેટલા રફ હીરા રશિયાની અલરોજા કંપનીથી આવતા હતા.…

અહેવાલ : આનંદ પટણી 

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કટ અને પોલિશ્ડ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં ઉત્પાદન થતા હીરામાં 30 ટકા જેટલા રફ હીરા રશિયાની અલરોજા કંપનીથી આવતા હતા. સૌથી પહેલા અમેરિકાએ રશિયાના રફ હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો હવે યુરોપિયન દેશોએ પણ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટી મુશ્કેલી પડશે.

યુક્રેન રશિયાના યુદ્ધને હવે એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ તેની અસર હજુ પણ ધીમે ધીમે દેખાઈ રહી છે. અમેરિકાના દબાવને કારણે બેલ્જિયમ સરકાર દ્વારા હવે રશિયન હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ગણાતા બેલ્જિયમ એન્ટવર્પ ખાતે જ રશિયાના હીરા પ્રવેશ નહીં કરી શકે તેની અસર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોને થશે. એન્ટવર્પ મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગકારોને મેસેજ પણ મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં હીરાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે અમેરિકા દ્વારા થોડા સમય પહેલા જ રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ રશિયન હીરાનું માર્કેટ સારું એવું હતું પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી. હાલ હીરા ઉદ્યોગમાં માત્ર રૂટીન વ્યાપાર જ જોવા મળી રહ્યો છે. બેલ્જિયમના આ નિર્ણયને કારણે આગામી દિવસો હીરા ઉદ્યોગ માટે થોડા કઠિન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

બેલ્જિયમ સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અમલી તો નહીં બને જ્યારે પણ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારથી આ નિર્ણય અમલમાં આવી જશે. ભલે નિર્ણયનો અમલ થોડો મોડો શરૂ થાય પરંતુ હાલ તો સુરત અને મુંબઈના હીરા વ્યાપારીઓની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે હાલ સમગ્ર વિશ્વમાંથી આવતા રફ ડાયમંડમાં 30 ટકા જેટલો હિસ્સો અ lલરોઝા કંપનીનો છે. જો રફ ની સપ્લાય ઓછી આવે તો સામે કારીગરોને હીરા કામ આપવું મુશ્કેલ બનશે.

આ પણ વાંચો : ગુજરાતમાંથી વધુ એક તિકડમબાજની પોલીસે કરી ઘરપકડ, સરકારી નોકરી આપવાના બહાને…

Whatsapp share
facebook twitter