Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સિમેન્ટ બિઝનેસમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી, ACC અને અંબુજા કરી ટેકઓવર

04:21 PM Apr 16, 2023 | Vipul Pandya

અદાણી ગ્રુપ સિમેન્ટ બિઝનેસમાં પોતાનો હાથ અજમાવ્યો છે. અદાણી ગ્રૂપે વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમ ગ્રૂપના સમગ્ર ભારતના બિઝનેસને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રૂપે ભારતની બે સૌથી મોટી સિમેન્ટ કંપનીઓ અંબુજા અને ACC સિમેન્ટમાં $10.5 બિલિયનમાં હોલસીમ ગ્રૂપનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા માટે એક મેગા ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે.  
હોલસીમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે. એ જ રીતે હોલસીમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.
JSWની જેમ અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. બંને આક્રમક રીતે સિમેન્ટ બિઝનેસનું વિસ્તરણ કરી રહ્યા છે. હાલમાં, આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક ભારતીય સિમેન્ટ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. અલ્ટ્રાટેકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 117 મિલિયન ટન છે. અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. એટલે કે હવે અદાણી ગ્રુપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં સીધા બીજા નંબરે પહોંચી ગયું છે.
અંબુજા અને ACC એ ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. બંને કંપનીઓ પાસે 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.