+

ACB Gujarat : એએસઆઈએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો

ACB Gujarat : તમે લાંચ કેસ (Bribery Case) ના અનેક સમાચાર વાંચ્યા હશે, જોયા હશે. જો કે, સુરત શહેર (Surat City) માં એન્ટી કરપ્શન બ્યૂરોએ (Anti-Corruption Bureau) કરેલો એક કેસ…

ACB Gujarat : તમે લાંચ કેસ (Bribery Case) ના અનેક સમાચાર વાંચ્યા હશે, જોયા હશે. જો કે, સુરત શહેર (Surat City) માં એન્ટી કરપ્શન બ્યૂરોએ (Anti-Corruption Bureau) કરેલો એક કેસ પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંગળવારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક બેરોજગાર યુવકને ACB Team એ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો છે. પકડાયેલો આરોપી સુરત શહેર પોલીસ (Surat City Police) માં ફરજ બજાવતા ASI નો સગો ભાઇ છે. લાંચની રકમ સ્વીકારવાની મોબાઈલ ફોન પર સૂચના આપનાર ASI ધરપકડથી બચવા ભૂર્ગભમાં ઉતરી ગયો છે.

શું છે લાંચ કેસની સમગ્ર હકિકત ?

મુંબઈ પોલીસ (Mumbai Police) ના ચોપડે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર એક શખ્સને સુરત આર્થિક ગુના નિવારણ શાખા (Surat EOW) ચારેક દિવસ પૂર્વે પકડવા માટે જાય છે. સુરત શહેર () માં ભાગીદારીમાં જવેલરીનો ધંધો કરતા શખ્સ સાથે તેનો ભાગીદાર મળી આવતા તેને પણ સુરત પોલીસ ઉપાડીને સાથે લઈ આવે છે. ભાગીદાર પાસે રહેલું લેપટોપ, DVR, કંપનીના દસ્તાવેજો તેમજ લાખો રૂપિયાના હિરા પણ પોલીસ Surat EOW ઑફિસ ખાતે લઈ આવે છે. છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા શખ્સને મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવે છે. બાદમાં ભાગીદારને બીજા કેસમાં નહીં ફસાવવા તેમજ ગેરકાયદેસર રીતે કબજે લેવાયેલા મુદ્દામાલને પાછો સોંપવા પેટે 15 લાખ રૂપિયાની પોલીસ લાંચ માગે છે. આથી ભાગીદાર પોલીસના ચક્કરમાંથી છૂટવા માટે લાંચ આપવા માટે સંમત થાય છે અને પ્રથમ 5 લાખનો હપ્તો આપવાની વાત કરતા EOW ASI સાગર પ્રધાન તેમને જવા દે છે. લાંચ આપવા નહીં ઇચ્છતા ભાગીદાર એસીબી સુરત (ACB Surat) નો સંર્પક કરી છટકું ગોઠવે છે. મંગળવારે 15 લાખની લાંચ પેટેનો પ્રથમ હપ્તો 5 લાખ પહોંચાડવા માટે ભાગીદાર (એસીબીના ફરિયાદી) ASI સાગર પ્રધાન સાથે વાત કરતાં તેણે પોતાના સગાભાઇને લાંચ લેવા કતારગામ ખાતે મોકલી આપે છે. સાગર પ્રધાનનો સગો નાનોભાઇ ઉત્સવ લાંચના 5 લાખ રૂપિયા લેવા પહોંચતા તેને ACB Team રંગે હાથ ઝડપી ગુનો નોંધે છે.

 

ACB Gujarat એ લાખોનો મુદ્દામાલ પરત અપાવ્યો

જવેલરીના ધંધા સાથે સંકળાયેલા સુરતના એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર ASI સાગર પ્રધાન હાલ ફરાર છે. ACB Gujarat ની ટીમે સફળ છટકું ગોઠવ્યા બાદ ફરિયાદીનો ગેરકાયદેસર રીતે કબજે લેવાયેલો મુદ્દામાલ સુરત શહેર પોલીસ પાસેથી કબજે કર્યો હતો. Surat EOW માં ગેરકાયેદસર રીતે રહેલા લાખોની કિંમતના હિરા સહિતનો અંદાજે 20-25 લાખ રૂપિયાનો મુદ્દામાલ ACB Team એ ફરિયાદીને પરત કર્યો છે.

 

સુરત EOW માં રીતસરની લૂંટ

સુરત આર્થિક ગુના નિવારણ શાખા (Surat EOW) માં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બૂમ છેલ્લાં બેએક વર્ષથી હતી. ACB Gujarat ની કાર્યવાહી બાદ Surat EOW માં ચાલતા ભ્રષ્ટાચાર, તોડ અને લૂંટની પોલ ખૂલી ગઈ છે. ACB Trap બાદ સુરત આર્થિક ગુના નિવારણ શાખામાં કેવી રીતે લૂંટ કરવામાં આવે છે તેના પૂરાવા હાથ લાગ્યા છે. લાંચ કેસમાં ફરાર એએસઆઈ સાગર પ્રધાન (ASI Sagar Pradhan) વર્ષ 2020માં પોલીસ વિભાગમાં ભરતી થયો હોવાની માહિતી સામે આવી છે. સાગર પ્રધાન છેલ્લાં દોઢેક વર્ષથી Surat EOW માં ફરજ બજાવી રહ્યો છે.

આ પણ  વાંચો UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો

આ પણ  વાંચો – PMJAY : પ્રધાનમંત્રીની નિઃશુલ્ક યોજનામાં પણ ભ્રષ્ટાચાર, લાંચીયો ઝડપાયો

આ પણ  વાંચો – In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી

Whatsapp share
facebook twitter