અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ ABVPના કાર્યકરો દ્વારા આજે બપોરના ચાર કલાકે કલેકટરને આવેદનપત્રઆપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET, TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે. તેમજ ગાંધીનગર તા.10-7-23 ના ઠરાવ મુજબ જે TET 1-2, TAT – 1પાસ ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક અગિયાર માસના કરાર આધારિત કરવા જઈ રહ્યુ છે તેની રાજયના શિક્ષણ ઉપર ખૂબ માઠી અસર થઇ રહી છે.
કાયમી ભરતીનુ આયોજન શા માટે ના થઈ શકે? તેવોસવાલ
ઠરાવમાં જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક” ની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે. તો જો કરાર આધારિત ભરતીનુ આયોજન થઈ શકતુ હોય તો કાયમી ભરતીનુ આયોજન શા માટે ના થઈ શકે?
વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માંગ
રાજયના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવિની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ કરી જૂની નિમણૂંક પધ્ધતિ પ્રમાણે TET 1-2 અને TAT – 1,2 માં પાસ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો સરકાર દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયા કરવામાં નહી આવે તો ગાંધીનગર ખાતેઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.