+

જૂનાગઢના વંથલી યાર્ડમાં રાવણા (કાળા જાંબુ)ની પુષ્કળ આવક

અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢનો વંથલી તાલુકો ફળફળાદી માટે વિખ્યાત વંથલી યાર્ડમાં રાવણાની પુષ્કળ આવક કમોસમી વરસાદને કારણે આવક પર અસર પડી રાવણાની પુષ્કળ આવક સાથે ભાવ પણ સારા મળે છે…

અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ

  • જૂનાગઢનો વંથલી તાલુકો ફળફળાદી માટે વિખ્યાત
  • વંથલી યાર્ડમાં રાવણાની પુષ્કળ આવક
  • કમોસમી વરસાદને કારણે આવક પર અસર પડી
  • રાવણાની પુષ્કળ આવક સાથે ભાવ પણ સારા મળે છે
  • અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી માટે આવે છે વંથલી
  • આરોગ્યપ્રદ ગણાતા રાવણાની બજારમાં જબરી માંગ
જૂનાગઢ જીલ્લાનો વંથલી તાલુકો ફળફળાદી માટે વિખ્યાત છે. વંથલી યાર્ડમાં હાલ રાવણાની પુષ્કળ આવક થઈ રહી છે. જો કે કમોસમી વરસાદને કારણે રાવણાંની આવક પર અસર પડી છે તેમ છતાં વંથલી યાર્ડમાં આવક પણ સારી છે અને ભાવ પણ સારા મળે છે તેથી અન્ય રાજ્યોના વેપારીઓ પણ ફળોની ખરીદી માટે વંથલી આવે છે અને વંથલીથી મોટા પાયે ફળ પાકોની નિકાસ થાય છે. આરોગ્યપ્રદ ગણાતાં રાવણાંની બજારમાં જબરી માંગ છે અને તેને લઈને અહીં રાવણાંનુ સારૂ એવું વેચાણ થાય છે.
રાવણાં કે જે કાળા જાંબુથી પણ ઓળખાય છે
જૂનાગઢના જીલ્લાના વંથલી ફ્રુટ યાર્ડમાં હાલ રાવણાં કે જે કાળા જાંબુ થી પણ ઓળખાય છે અને અંગ્રેજીમાં જાવા પ્લમ, બ્લેક પ્લમ જેવા નામથી ઓળખાતું આ ફળ આરોગ્યની દ્રષ્ટિએ ખુબ જ ગુણકારી હોય છે અને તેથી જ તેની બજારમાં જબરી માંગ રહે છે. વર્ષમાં એક જ વાર આવતું આ ફળ ઉનાળો આવતાંની સાથે જ બજારમાં આવે છે અને ચોમાસાં સુધી ઉપલબ્ધ રહે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે વંથલી તાલુકામાં રાવણાંના ઉત્પાદન પર અસર પડી છે.
15 હજાર કીલો રાવણાંની આવક 
વંથલી ફ્રુટ યાર્ડમાં હાલ દરરોજ રાવણાંના સરેરાશ બે હજાર સુંડલાની આવક છે એટલે કે અંદાજે 15 હજાર કીલો રાવણાંની આવક થાય છે, ચાલુ વર્ષે આવક પર કમોસમી વરસાદની અસર પડી છે એટલે આવક ઓછી છે, જો વાતાવરણ સાનુકુળ રહે તો આ આવક વધીને 20 થી 25 હજાર કીલો સુધી પહોંચી જાય છે. વંથલીમાં સિઝન દરમિયાન રાવણાંનો 5 થી 7 કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે જેમાં આવક ઘટવાથી અંદાજે 2 થી 3 કરોડની ઘટ આવી છે એટલે કે જો નિયમિત રીતે રાવણાં બજારમાં વેચાતા હોય તો તેનો વ્યાપારનો આંક 10 કરોડને પાર થઈ જાય છે આમ ચાલુ વર્ષે અંદાજે 2 થી 3 કરોડનો ઓછો વ્યાપાર થશે. સાથોસાથ સિઝન પણ બે મહિના ચાલશે કારણ કે ઉત્પાદન ઓછું છે, સામાન્ય સંજોગોમાં ત્રણ મહિના સુધી રાવણાની સિઝન રહે છે પરંતુ ચાલુ વર્ષે બે મહિનામાં રાવણાની સિઝન પૂરી થઈ જાય તેવો અંદાજ છે..
વંથલીના રાવણાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ
રાવણાંના ઔષધીય ગુણોને લઈને તેની દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં ખુબ જ માંગ રહે છે. બહારના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા વંથલી આવતાં હોય છે, જેથી સ્થાનિક બાગાયતિ ખેડૂતો અને વેપારીઓને પણ તેનો લાભ મળે છે અને તેમને ઉંચા ભાવ મળે છે, વંથલીના રાવણાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ હોય છે અને તેથી જ મોટા શહેરોમાં તેની જબરી માંગ રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter