+

આસામ રાઇફલ્સ યુનિટે રૂ. 3.5 કરોડનું ડ્રગ્સ ઝપડ્યું

NATIONAL : દેશના પૂર્વિય સિમાડાઓની સુરક્ષા કરતા આર્મીના આસામ રાઇફલ્સ (Assam Rifles) યુનિટે જિરિબામ પોલીસ સાથેના જોઇન્ટ ઓપરેશનમાં રૂ. 3.5 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે જ બે લોકોની…

NATIONAL : દેશના પૂર્વિય સિમાડાઓની સુરક્ષા કરતા આર્મીના આસામ રાઇફલ્સ (Assam Rifles) યુનિટે જિરિબામ પોલીસ સાથેના જોઇન્ટ ઓપરેશનમાં રૂ. 3.5 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે જ બે લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે શાતિરો દ્વારા 30 જેટલા સાબુના ખોખામાં હેરોઇન ડ્રગ્સ લઇ જવામાં આવતું હતું.

ડ્રગ માફીયાઓની કમર તોડી

સુત્રોના જણાવ્યા અનુસાર, આર્મીના આસાન રાઇફલ્સ યુનિટ દ્વારા ડ્રગ મુક્ત સમાજ (drug-free society) નું સુત્ર સાર્થક કરવા માટે તથા ડ્રગ ટ્રાફીકીંગ ( drug smuggling nexus) માટે દેશના ઉત્તર-પૂર્વિય પટ્ટાનો ઉપયોગ કરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી છે. આટલી મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં આવતા ડ્રગ માફીયાઓની કમર તોડવામાં આસામ રાઇફલ્સની ટીમને મોટી સફળતા મળી છે.

મોટું જોઇન્ટ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું

સુત્રોએ ઉમેર્યું કે, આ પહેલા 12 એપ્રિલના રોજ આસામ રાઇફલ્સ (Assam Rifles) અને મણીપુર પોલીસ (Manipur Police) દ્વારા મોટું જોઇન્ટ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ટીમને હથિયારોનો મોટો જથ્થો અને દારૂ-ગોળો થોઉબલથી મોટી માત્રામાં પકડી પાડવામાં સફળતા મળી હતી. આ કાર્યવાહી દરમિયાન રિકવર કરવામાં આવેલા મુદ્દામાલમાં બોલ્ટ એક્શન રાઇફલ, 9 એમએમ કાર્બાઇન, 9 એમએમ પિસ્તોલ, ચાર 51 એમએમ મોર્ટાર બોમ્બ, આઠ ગ્રેનેડ સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે.

તમામ પોલીસને સોંપી દેવામાં આવ્યું

આસામ રાઇફલ્સના સુત્રો જણાવે છે કે, હથિયારો અંગેના ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે મણીપુરના થોઉબલ ડિસ્ટ્રીક્ટના પીછીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આસામ રાઇફલ્સ યુનિટ અને મણીપુર પોલીસ તથા કમાન્ડોઝ દ્વારા સંયુક્ત ઓપરેશન 12 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહી બાદ તમામ પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું.

કાવતરા નાકામ કરતી આસામ રાઇફલ્સ

આમ, દેશના પૂર્વિય સિમાડાનો દુરઉપયોગ કરનારા તત્વોમાં આસામ રાઇફલ્સની કામગીરીને પગલે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ડ્રગ્સ ટ્રાફીકીંગ હોય કે પછી ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાનું કાવતરું આસામ રાઇફલ્સના યુનિટ તમામને નાકામ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો — Viral Video: CM યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ આપી આવી ધમકી! પોલીસને તાત્કાલિક નોંધવી પડી FIR

Whatsapp share
facebook twitter