+

સુરતમાં AAP પાર્ટીના ઉમેદવાર થયા સંપર્ક વિહોણા

સુરતમાં ઉમેદવાર થયો ગુમAAP પાર્ટીના ઉમેદવાર થયા સંપર્ક વિહોણાસુરત પૂર્વમાં AAPના ઉમેદવાર છે કંચન જરીવાલાઉમેદવારી પત્રક રદ કરવા હાઇવોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હોવાની ચર્ચાઉમેદવારીપત્રક રદ કરવા કરી હતી ગત રોજ અરજીAAPના ઉમેદવારની અરજી ફગાવાઈ હતી કંચત જરીવાલા ઉમેદવારી પત્રક પાછી ખેંચે તેવી ચર્ચાસુરત પૂર્વના આપ (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાનું ઉમેદવારીપત્રક રદબાતલ કરવાના મુદ્દે આજે આà
  • સુરતમાં ઉમેદવાર થયો ગુમ
  • AAP પાર્ટીના ઉમેદવાર થયા સંપર્ક વિહોણા
  • સુરત પૂર્વમાં AAPના ઉમેદવાર છે કંચન જરીવાલા
  • ઉમેદવારી પત્રક રદ કરવા હાઇવોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હોવાની ચર્ચા
  • ઉમેદવારીપત્રક રદ કરવા કરી હતી ગત રોજ અરજી
  • AAPના ઉમેદવારની અરજી ફગાવાઈ હતી 
  • કંચત જરીવાલા ઉમેદવારી પત્રક પાછી ખેંચે તેવી ચર્ચા
સુરત પૂર્વના આપ (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાનું ઉમેદવારીપત્રક રદબાતલ કરવાના મુદ્દે આજે આખો દિવસ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાશે. સુરત પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ આપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમા કંચન જરીવાલાએ કૌટુબિક કારણોસર ઉમેદવારીપત્રક રદબાતલ કરી ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવા અરજી કરી હતી. તમામ પાસાઓનો અભ્યાસ કરી ચૂંટણી અધિકારીએ આપ (AAP)ના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખતા હાઇ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.
સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના અરવિંદ રાણા, કોગ્રેસના અસલમ સાઇકલવાલા અને આપ(AAP)ના કચન જરીવાલા વચ્ચે કાંટે કે ટકકર દેખાઇ રહી છે. ત્રણેય પક્ષના ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી કર્યા બાદ ગત રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ આપ(AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાનુ ઉમેદવારીપત્રક રદ કરવા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી સંખ્યાબંધ વાંધાઓ ઉપસ્થિત કર્યા હતા. આપ(AAP)ના ઉમેદવારે ઉમેદવારીપત્રકમાં દરખાસ્ત અને ટેકામા પોતાના ભાઇ અને ભાભીની ખોટી સહી કરાવી હોવાનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આપના ઉમેદવારે એફિડેવીટમા વાહનોની સંખ્યા ઓછી બતાવી હોવાનો મુદ્દો ઉભો કરવામા આવ્યો હતો. ભાજપના ધારાસભ્યએ રજુ કરેલા વાંધાઓ અંગે આપના ઉમેદવારને રજુઆતની તક આપવામા આવી હતી.
આપના ઉમેદવારે રુબરુ હાજર થવાને બદલે લેખિત અરજી કરી હતી કે, મારી ઉમેદવારી બાબતે કુટુંબમા ઝઘડો થયો છે. આ સંજોગોમાં મારી ઉમેદવારીપત્રક સામે વાંધા ઉભા થયા હોય ઉમેદવારી અમાન્ય કરવી તથા ડમી ઉમેદવારનુ ફોર્મ મંજુર કરવું. આપના ઉમેદવાર સ્વેચ્છાએ ખસી જવા લેખિત અરજી કરવા છતા ચૂંટણી અધિકારીએ નિતી નિયમો અનુસાર ભાજપના ઉમેદવારની અરજી રદબાતલ કરી આપના ઉમેદવાર કંચન જરીવાલાનુ ફોર્મ માન્ય કરી દીધુ છે.
કૌટુંબિક કારણોસર ઉમેદવારીપત્રક અમાન્ય કરવાની કંચન જરીવાલાની અરજી ફગાવી દેવાયા બાદ આપના ઉમેદવાર સ્વેચ્છાએ ઉમેદવારીપત્રક પાછી ખેંચી લે તેવી કોટ વિસ્તારમાં જોર શોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૨૦૦૨થી સુરત પૂર્વ બેઠક પર કાટે કી ટકકર રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સરેરાસ બાર 15 હજાર મતે જીત્યા છે. આ બેઠક પર ત્રિપાંખીયા મુકાબલામાં સુરતી મતોમાં વિભાજન નહીં થાય તે માટે ભાજપે કંચન જરીવાલાને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યુ છે. કોટ વિસ્તારના એક કોર્પોરેટર આ ઓપરેશનમાં સક્રિય હોવાની વાત બહાર આવી છે. ગુરુવાર સુધીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચાય તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે, આખરી ચિત્ર ગુરુવારે સાંજે જ સ્પષ્ટ થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter