- ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા સૌના જીવ તાળવે ચોંટ્યા
- વિમાનને નજીકના બિલિંગ્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું
- તેઓ ટિમ શીહીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે બોઝમેન જઈ રહ્યા હતા
Donald Trump : યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિમાન દ્વારા શુક્રવારે રાત્રે જ્યારે બોઝેમેન, મોન્ટાનામાં એક જાહેર સભામાં ભાગ લેવા નીકળ્યા ત્યારે વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી જતાં સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે ટ્રમ્પના પ્લેનનો રૂટ બદલાઈ ગયો હતો અને વિમાનને નજીકના બિલિંગ્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોન્ટાનાથી રિપબ્લિકન પાર્ટીના સેનેટ ઉમેદવાર ટિમ શીહીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે બોઝમેન જઈ રહ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિનો એક વીડિયો શેર કર્યો
મોન્ટાનામાં, શેહીનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સેનેટર જોન ટેસ્ટરનો છે. ટ્રમ્પની પ્રચાર ટીમે બિલિંગ્સમાં ઉતર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ મોન્ટાના પહોંચીને ખુશ હોવાનું કહેતા સાંભળી શકાય છે. જોકે, તેમણે વીડિયોમાં આ ઘટના અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચો–—Brazil : પ્લેન ગોળ ગોળ ફર્યું અને રમકડાની જેમ ઉપરથી પડ્યું, 61 લોકોના મોત, Video Viral
ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક ગોળી તેના કાન પાસેથી નીકળી ગઈ હતી. ઘટનામાં હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રમ્પ રેલી દરમિયાન ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ હતી.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે. તેમની સામે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પ્રચારમાં બંને એકબીજાને સખત સ્પર્ધા આપી રહ્યા છે.
આ પણ વાંચો–—Breaking: ઇઝરાયેલની ગાઝામાં એર સ્ટ્રાઇક…સૌથી મોટા નરસંહારનો દાવો…