Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રસવ પીડા શરૂ થતા 108ની ટીમે અધવચ્ચે ઓટો રિક્ષામાં કરાવી પ્રસુતી

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

  • ઓટો રિક્ષામાં કરવામાં આવી પ્રસુતી
  • સર્ગભાવસ્થાના નવમા મહિને ઓટો રિક્ષામાં થઈ પ્રસુતી
  • તબીબી તપાસ માટે જતી હતી કોસાડની મહિલા
  • અધવચ્ચે પ્રસવ પીડા શરૂ થતા 108ની ટીમને જાણ કરી
  • 108-ની ટીમે રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી
  • માતા અને બાળકીનો જીવ બચાવ્યો
સર્ગભાવસ્થાના નવમા મહિને ઓટો રિક્ષામાં તબીબી તપાસ માટે જતી સુરતના કોસાડની મહિલાને અડધા રસ્તે પ્રસવ પીડા શરૂ થતા 108-ની ટીમે રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. મહિલાનું વધુ પડતું લોહી વહેવા સાથે ગર્ભસ્થ શિશુનું માથુ બહાર દેખાતા 108ની ટીમે ઓટો રિક્ષામાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.
કોસાડ ખાતે શ્રીરામ ચોકડી નજીક પાણીની ટાંકી પાસે રહેતી આરતીબેન સતિષભાઈ મહીડા (ઉં.વ.25)ને સગર્ભાવસ્થાનો નવમો મહિનો ચાલી રહ્યો છે. શનિવારે સવારે આરતીબેન ઓટો રિક્ષામાં તબીબી તપાસ માટે જઈ રહી હતી. દરમિયાન અડધા રસ્તે તેણીને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. આરતીબેનની અસહ્ય પીડા જોઈ ઓટો રિક્ષા ચાલકે 108ને કોલ કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં સુવાલી લોકેશનની 108ના ઇએમટી રિંકુબેને રજત અને પાયલોટ ધર્મેન્દ્રભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા.
આરતીબેનનું પ્રસુતિ પહેલા લોહી વધુ પડતુ વહી જવા સાથે ગર્ભસ્થ શિશુનું માથું પણ બહાર આવેલું દેખાયું હતું. જેને લીધે આરતીબેનને હોસ્પિટલ ખસેડાય તો ખાસુ મોડુ થઈ જાય તેમ હોવાથી ઉપરી તબીબી અધિકારીઓના માર્ગદર્શન લઈ ઇએમટી રિંકુબેને ઓટો રિક્ષામાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ રિક્ષાને ચાદરથી ઢાંકીને આરતીબેનની પ્રસૂતિ કરાવી હતી. આરતીબેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. 
આરતીબેનનું આ ત્રીજુ સંતાન છે. પ્રસૂતિ બાદ માતા અને બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ ફરી એકવાર 108 ની ટીમે સ્થળ પર એક સફળ ડિલિવરી કરાવી માતા અને બાળક બન્ને નો જીવ બચાવી પોતાની ફરજ નિભાવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.