Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bangladeshમાં પાકિસ્તાનને સરેન્ડર થવાની પ્રતિમાને તોડી પડાઇ

12:51 PM Aug 12, 2024 |
  • બાંગ્લાદેશની આઝાદીની યાદમાં બનાવવામાં આવેલી પ્રતિમાને ‘ભારત વિરોધી તત્વો’ દ્વારા તોડી પાડવામાં આવી
  • કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યું કે આ તસવીરો જોઇને ખુબ દુ:ખ થયું
  • શશિ થરુરે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

Bangladesh’s independence : બાંગ્લાદેશ એટલી હદે નફરતથી આગમાં હોમાઇ ગયું છે કે બાંગ્લાદેશની આઝાદી (Bangladesh’s independence )ની યાદમાં પાકિસ્તાનની સેનાને સરેન્ડર થવાની પ્રતિમાને ભારત વિરોધી તત્વોએ તોડી પાડી છે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીની યાદમાં બનાવવામાં આવેલી પ્રતિમાને ‘ભારત વિરોધી બદમાશો’ દ્વારા તોડી પાડવામાં આવી છે. તેમણે તૂટેલી પ્રતિમાની એક તસવીર શેર કરી, જેમાં 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનના શરણાગતિની ક્ષણ દર્શાવવામાં આવી હતી.

શશિ થરુરે કહ્યું કે આ તસવીરો જોઇને ખુબ દુ:ખ થયું

તિરુવનંતપુરમના સાંસદે એક પોસ્ટમાં જણાવ્યું કે મુજીબનગરમાં 1971ના શહીદ સ્મારક પરિસરમાં સ્થિત પ્રતિમાઓની આવી તસવીરો જોઇને ખુબ દુખ થયું જેને ભારત વિરોધી તત્વોએ નષ્ટ કરી દીધી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું, ‘આ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો, મંદિરો અને હિન્દુ ઘરો પર ઘણા સ્થળોએ ઘૃણાસ્પદ હુમલાઓને અનુસરે છે, જ્યારે એવા અહેવાલો પણ આવ્યા છે કે મુસ્લિમ નાગરિકોએ અન્ય લઘુમતી ઘરો અને પૂજા સ્થાનોનું રક્ષણ કર્યું છે.’

આ પણ વાંચો— ઘૂસણખોરી કરતા 11 બાંગ્લાદેશીઓની BSF એ કરી ધરપકડ, ભારત અને BANGLADESH ની બોર્ડર ઉપર કરાયું રેડ એલર્ટ

પાકિસ્તાનને સરેન્ડર થવાના ક્ષણની પ્રતિમા હતી

1971ના યુદ્ધે બાંગ્લાદેશને એક સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત કર્યું એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને ભારે ફટકો પણ આપ્યો. જે પ્રતિમાને તોડવામાં આવી હતી તે ભારતીય સેના અને બાંગ્લાદેશની મુક્તિ બહિની સમક્ષ પાકિસ્તાની સેનાના મેજર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝી દ્વારા ‘ડીડ ઑફ સરેન્ડર’ પર હસ્તાક્ષર કરે છે. મેજર જનરલ નિયાઝીએ તેમના 93,000 સૈનિકો સાથે લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંઘ અરોરાને આત્મસમર્પણ કર્યું, જે ભારતના પૂર્વ કમાન્ડના તત્કાલીન જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. બીજા વિશ્વયુદ્ધ પછી આ સૌથી મોટી સૈન્ય શરણાગતિ હતી.

નવી રખેવાળ સરકારને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ

શશિ થરૂરે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની નવી રખેવાળ સરકારને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી.

ભારત આ કપરા સમયમાં બાંગ્લાદેશના લોકોની સાથે ઉભું છે

કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મુહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર તમામ બાંગ્લાદેશીઓ અને દરેક ધર્મના લોકોના હિતમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લે તે આવશ્યક છે. ભારત આ કપરા સમયમાં બાંગ્લાદેશના લોકોની સાથે ઉભું છે, પરંતુ આ પ્રકારની અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં.

આ પણ વાંચો— બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાની અસર ભારતની સરહદ પર જોવા મળી