રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળી હોવાની ઘટનાઓ સતત આપણી સમક્ષ આવતી હોય છે. ત્યારે હવે દેશની જૂની અને જાણીતી કંપની અમુલ ગોલ્ડની (Amul Gold) દૂધની થેલીમાંથી ઇયળ નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં શેલા (Shela) વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. મંગળવારે રાતે લાવેલ દૂધની થેલીમાંથી ઈયળ નીકળી હોવાની વાત તેઓ વાઇરલ વીડિયોમાં કહેતા સંભળાય છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
અમુલ દૂધની થેલીમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે કરોડો લોકો અમુલ દૂધની ખરીદી કરે છે. મોટાભાગના ઘરોમાં અમુલ દૂધથી (Amul Gold) સવારની ચા અને અન્ય વસ્તુઓ બનતી હોય છે. અમુલ એ દેશની જૂની અને પ્રતિષ્ઠિત બ્રાંડ છે. ત્યારે અમુલ દૂધની થેલીમાંથી ઇયળ નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, શહેરનાં શેલા (Shela) વિસ્તારમાં રહેતા ભાવિકા કોશિયા એ એવો દાવો કર્યો છે કે મંગળવારે રાતે ખરીદેલી દૂધની થેલીમાંથી ઈયળ નીકળી હતી. તેમણે એક વીડિયો બનાવીને દાવો કર્યો કે, ત્રણ થેલીઓમાંથી ઈયળ નીકળી હતી. આ મામલે ભોગ બનનાર ગ્રાહક સુરક્ષામાં (Consumer Protection) ફરિયાદ કરી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
Amul Milk : Amul દૂધ માંથી નકલી ઈયળો | Gujarat First
Ahmedabad શેલામાં રહેતા રહીશને થયો કડવો અનુભવ, Amul Goldની દૂધની થેલીમાંથી નીકળી ઈયળ, ભોગ બનનાર ગ્રાહક સુરક્ષા માં કરી ફરિયાદ@Amul_Coop @amulsanskrit #AmulMilk #ConsumerSafety #MilkScandal #QualityControl #CustomerComplaint… pic.twitter.com/vhsGHXOiBw
— Gujarat First (@GujaratFirst) July 24, 2024
અગાઉ ખાણીપીણીની વસ્તુઓમાંથી દેડકો, ગરોળી, વંદો નીકળ્યાનાં દાવા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મહેસાણામાં (Mehsana) એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે વીડિયો બનાવી સો. મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને ડીમાર્ટમાંથી (Demart) ખરીદેલા મિલ્કી મિસ્ટનાં દહીમાં ફૂગ નીકળી હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત, અગાઉ વેફરનાં પેકેટમાંથી દેડકો (Frogs), અથાણા અને નમકીનમાંથી ગરોળી (Lizards) નીકળી હોવાનાં દાવાઓ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ પણ વાંચો – Ahmedabad : હોટલમાં જમવા માટે બની ગયો નકલી અધિકારી, વેપારી પાસે રૂ.18 હજારનું ભોજન મંગાવ્યું અને…
આ પણ વાંચો –આત્મહત્યા કરવા જતી યુવતીને દેવદૂત બની યુવકે હેમખેમ રીતે બચાવી, જુઓ વીડિયો
આ પણ વાંચો –BHARUCH : ભારે વરસાદમાં તળાવો ફાટતા લોકોએ રસ્તા પર માછલી પકડી