Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Britain: બ્રિટનમાંથી મોતનો શર્મશાર કરનાર કિસ્સો આવ્યો સામે

05:32 PM Dec 29, 2023 | Aviraj Bagda

મૃત્યુને હરાવીને બ્રિટિશ મહિલાએ ફરીવાર શ્વાસો લીધા

નીયર ડેથ એક્સપિરિયન્સ (NDE) ના કેસો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ તેના મૃત્યુની થોડીવાર પછી અચાનક જીવિત થઈ જાય છે. હવે આવો જ એક કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે.

40 મિનિટના મૃત્યુ બાદ બ્રિટિશ મહિલા જીવતી થઈ 

એક રિપોર્ટ અનુસાર, કિર્સ્ટી બોર્ટોફ્ટ નામની બ્રિટિશ મહિલાએ તેના મૃત્યુના 40 મિનિટ પછી જીવતી થઈ. એક બ્રિટિશ મહિલાએ તેના મૃત્યુ પહેલા તેણે જે જોયું તેના વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે 40 મિનિટ દરમિયાન ઘણી વસ્તુઓ જોઈ, જો કે તેને બધું યાદ નથી. તેણીને ફક્ત એટલું જ યાદ છે કે મૃત્યુ પછી, ત્વચા પર કંઈક વિચિત્ર થઈ રહ્યું હતું.

40 મિનિટના મૃત્યુનો મહિલાએ અનુભવ શેર કર્યો

બ્રિટિશ મહિલાએ દાવો કર્યો હતો કે મૃત્યુ બાદ મારી આત્મા પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. મારા આત્માએ મારું શરીર છોડી દીધું હતું પણ અચાનક મને આંચકો લાગ્યો. દરમિયાન મારા પરિવારના સભ્યો મારા અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, કર્સ્ટીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરે મહિલાને લગભગ મૃત જાહેર કરી હતી, જોકે તે મૃત્યુને હરાવીને બચી ગઈ હતી.

આ પણ વાંચો: Canada: કેનેડાના મંદિરોમાં થયેલી તોડફોડમાં મોટો ખુલાસો સામે આવ્યો