+

નવી નોકરી મેળવવા ડોક્યુમેન્ટ જમા કરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

નવી નોકરીમાં આપણે જોડાઇએ છીએ ત્યારે આપણે જે અભ્યાસ કરી ચુક્યા છીએ તે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. ખાસ કરીને આધાર-કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ફોટા. કોઇ અજાણ્યા માણસને આપણે ક્યારે પણ આપણા ડોક્યુમેન્ટ આપતા ડરતા હોઇએ છીએ પરંતુ નવી નોકરીમાં આ તમામ ડોક્યુમેન્ટ માગે ત્યારે આપણે આપવું જ પડે છે. પરંતુ તેનો દૂરોપયોગ થાય તો?સાંભળીને થોડીવાર માટે ઝાંટકો લાગી શકે છે, પરંતુ આવી જ એક ઘટના વડોદરàª
નવી નોકરીમાં આપણે જોડાઇએ છીએ ત્યારે આપણે જે અભ્યાસ કરી ચુક્યા છીએ તે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. ખાસ કરીને આધાર-કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ફોટા. કોઇ અજાણ્યા માણસને આપણે ક્યારે પણ આપણા ડોક્યુમેન્ટ આપતા ડરતા હોઇએ છીએ પરંતુ નવી નોકરીમાં આ તમામ ડોક્યુમેન્ટ માગે ત્યારે આપણે આપવું જ પડે છે. પરંતુ તેનો દૂરોપયોગ થાય તો?
સાંભળીને થોડીવાર માટે ઝાંટકો લાગી શકે છે, પરંતુ આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જીહા, વડોદરામાં એક કોલ સેન્ટરના મેનેજરે એક મહિલાને નોકરી માટે તેની પાસેથી ડોક્યુમેન્ટ માગ્યા હતા. નોકરી મેળવવા માટે મહિલાએ પોતાના ડોક્યુમેન્ટ આપ્યા. પરંતુ તે પછી જે થયું તે આ મહિલાએ પણ નહી વિચાર્યું હોય. મહિલાના ડોક્યુમેન્ટના આધારે કોલ સેન્ટરના મેનેજરે બારોબર લોન લઇ લીધી હતી. મહિલાને વાતની જાણ ત્યારે થઇ જ્યારે લોનની વસૂલાત માટે ફાઇનાન્સવાળા મહિલાના ઘરે પહોંચતા સમગ્ર મામલાનો ભાંડો ફૂંટ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ કોલ સેન્ટરના મેનેજર મેહેંદીહસન તાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સયાજીગંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર ડોક્યુમેન્ટના ખોટા ઉપયોગના મામલા સામે આવે છે. ત્યારે ડોક્યુમેન્ટ કોઇને આપવું કે નહી તે પણ હવે લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. વળી એવી વાત પણ સામે આવી છે કે, આ તમામ ડેટા કે ડોક્યુમેન્ટ લોકોને રૂપિયાના જોરે પણ આસાનીથી મળી જાય છે. 
Whatsapp share
facebook twitter