+

રશિયામાં ખાનગી આર્મીનો બળવો, મોસ્કો કબજે કરવાની કરી રહ્યા છે તૈયારી

રૂસ-યુક્રેન યુદ્ધ હજુ ચાલુ છે. પરંતુ આ દરમિયાન મોસ્કો માટે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે. રૂસની અંદર જ એક મોટો વિરોધ થઈ રહ્યો છે. વેગનર ગ્રુપ રશિયન સેના પર…

રૂસ-યુક્રેન યુદ્ધ હજુ ચાલુ છે. પરંતુ આ દરમિયાન મોસ્કો માટે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે. રૂસની અંદર જ એક મોટો વિરોધ થઈ રહ્યો છે. વેગનર ગ્રુપ રશિયન સેના પર હુમલો કરી રહ્યું છે.

પહેલા આ જૂથને રૂસની શક્તિ તરીકે ગણવામાં આવતું હતું. વેગનર ગ્રુપના 30 હજાર લડવૈયાઓ મોરચે છે. વેગનર ચીફે રૂસ સામે યુદ્ધની ઘોષણા કરી છે. રશિયાની રાજધાની મોસ્કો તરફ આવતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. વેગનરનો દાવો છે કે રશિયન સેનાનું બીજું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રોસ્તોવના ગવર્નરે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

ખાનગી સેના તેમના તખ્તાપલટનું કારણ બની શકે છે
રૂસના રાષ્ટ્રપતિ યુક્રેનમાં જીતની આશા લઈને બેઠા હતા. પરંતુ હવે બળવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ક્રેમલિનની સુરક્ષા માટે ટેન્ક તૈનાત કરવામાં આવી છે. મોસ્કોની શેરીઓ ટેંક અને સશસ્ત્ર વાહનોથી ભરેલી છે. પુતિનને લાગે છે કે રૂસની ખાનગી સેના તેમના તખ્તાપલટનું કારણ બની શકે છે. ધ સનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો યુક્રેનના બખ્મુત સાથે સંબંધિત છે. વાસ્તવમાં, બખ્મુતમાં વેગનર તાલીમ શિબિર હતી. તાજેતરમાં તેમાં મિસાઈલ હુમલો થયો હતો. વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન માને છે કે આમાં ક્રેમલિનનો હાથ છે. આ પછી તેણે મોસ્કોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

 

વેગનર ગ્રુપ યુક્રેનની સેનામાં જોડાઈ ગયું
વેગનર ગ્રુપ પુતિનનું સૌથી મોટું બળ હતું. પરંતુ આજે રશિયા માટે આ સમસ્યા બની ગઈ છે. મળતી માહિતી મુજબ વેગનર ગ્રુપ યુક્રેનની સેનામાં જોડાઈ ગયું છે. આ પછી, રૂસ સામે બળવો કરવામાં આવ્યો છે. વેગનર ચીફે કહ્યું છે કે તેઓ મોસ્કો સુધી જશે અને જો કોઈ અમને વચ્ચે રોકવાનો પ્રયાસ કરશે તો અમે છોડીશું નહીં.

આપણ  વાંચો-અમદાવાદ અને બેંગાલુરુમાં ખુલશે અમેરિકાના કોન્સ્યુલેટ, અમેરિકાના રોનાલ્ડ રિગન સેન્ટરમાં બોલ્યા PM MODI

 

Whatsapp share
facebook twitter