Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Cyclone : શક્તિશાળી વાવાઝોડું ઝડપથી વધી રહ્યું છે આગળ….

07:54 AM May 23, 2024 | Vipul Pandya

Cyclone : બંગાળની ખાડીમાં શક્તિશાળી વાવાઝોડું (Cyclone) સર્જાયું છે અને તે ઝડપભેર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓડિસા અને પશ્ચિમ બંગાળના માછીમારોને ચેતવણી જાહેર કરી છે. આવતીકાલે એટલે કે 24મીએ આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે.

દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર

ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો માટે ચેતવણી જારી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે ધીમે ધીમે ઝડપી બનશે. 23 મે સુધીમાં, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે અને 24મીની સવારે તીવ્ર બનશે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને ચેતવણી

તેમણે કહ્યું કે હવામાન વિભાગ દ્વારા માછીમારોને ચેતવણી આપાઇ છે કે તેઓ પાછા ફરે. ઉપરાંત પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોને પણ 26 મે સુધી દરિયામાં ન જવા સૂચના અપાઇ છે. શક્તિશાળી ડિપ્રેશનના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.

બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન કેન્દ્રિત

આ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી શકે છે અને અને 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન કેન્દ્રિત થવાની સંભાવના છે. 25 મી મેની સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ અને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે.

ભારે વરસાદ પડશે

25 અને 26 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો—- Uttarakhand Cloudburst: પૌરી અને ઉત્તરકાશીમાં ચોમાસાની ઋતુ પહેલા વાદળ ફાટ્યું, લોકો ત્રાહિમામ પોકરી ઉઢ્યા

આ પણ વાંચો—– Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું