+

જખૌ પાસેના શિયાળ ક્રિક વિસ્તારમાથી મળી આવ્યું ડ્રગ્સનું પેકેટ

કચ્છ(Kutch)નો દરિયાો ડ્રગ્સ (Drugs)ની હેરાફેરી માટે સોફટ કોર્નર બની ગયું છે ત્યારે થોડા સમય પુર્વે પાકિસ્તા (Pakistan)ની ઘુસણખોરો ડ્રગ્સ સાથે પકડાયા હતા તો ચાલુ સપ્તાહે જ એક બિનવારસુ બોટ મળી આવી હતી ત્યારે હવે ફરી એક વખત અબડાસાના ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સનું બિનવારસુ પેકેટ મળી આવ્યું છે.જખૌ મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દશેરાના દિવસે જખૌ મરીન કમાન્ડો ફોર્સના ની ટીમ  ક્રિક વિસ્તારમાં પà«
કચ્છ(Kutch)નો દરિયાો ડ્રગ્સ (Drugs)ની હેરાફેરી માટે સોફટ કોર્નર બની ગયું છે ત્યારે થોડા સમય પુર્વે પાકિસ્તા (Pakistan)ની ઘુસણખોરો ડ્રગ્સ સાથે પકડાયા હતા તો ચાલુ સપ્તાહે જ એક બિનવારસુ બોટ મળી આવી હતી ત્યારે હવે ફરી એક વખત અબડાસાના ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સનું બિનવારસુ પેકેટ મળી આવ્યું છે.જખૌ મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 
દશેરાના દિવસે જખૌ મરીન કમાન્ડો ફોર્સના ની ટીમ  ક્રિક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી ત્યારે ક્રિક વિસ્તારમાં ચેરિયાના  ઝાડમાં ફસાયેલી પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. જે શંકાસ્પદ હોવાથી તેને તપાસ માટે મોકલવામાં આવી છે. આ ૧૦૦ ગ્રામ વજન ધરાવતી થેલીમાં ડ્રગ્સ હોવાની શક્યતા છે.અગાઉ ઘણી વખત પેકેટ મળી આવ્યું છે પણ આજે જે પેકેટ મળ્યું તે અલગ છે. તેની  વધુ  તપાસ  કરવામાં આવી રહી છે. 
નોંધનીય છે કે ચાલુ સપ્તાહે ચાર દિવસ પુર્વે બિનવારસુ માછીમારી બોટ મળી આવી હતી ત્યારે દરિયામાં ફેંકી દેવાયલો જથ્થો અવાર નવાર દરિયા કિનારે તરી આવતો હોય છે ત્યારે આવનારા દિવસોમાં વધુ પેકેટ મળી આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
Whatsapp share
facebook twitter