+

દુષ્કર્મ કેસમાં નવો વળાંક,  ફરિયાદ નોંધાવનારી અમદાવાદની યુવતી જ આરોપી

અહેવાલ–કૌશિક છાયા, ભુજ શહેરની ભાગોળે આવેલા રિસોર્ટમાં અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હોવાના આક્ષેપ થયા હતા. જે બાદ જેની સામે આરોપ મુકાયો તે માધાપરના યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ…
અહેવાલ–કૌશિક છાયા, ભુજ
શહેરની ભાગોળે આવેલા રિસોર્ટમાં અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હોવાના આક્ષેપ થયા હતા. જે બાદ જેની સામે આરોપ મુકાયો તે માધાપરના યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતથી આ કેસમાં હકિકત કંઈક ઓર હોવાના આક્ષેપો થયા હતા. તેમજ પરિવાર અને સમાજે પણ યુવાનને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાની શંકા સેવી હતી. અને આજે માધાપરથી ભુજ સુધી હતભાગી યુવાન દિલીપને ન્યાય મળે તેવી માંગણી સાથે આહીર સમાજ દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેણે અત્યાર સુધીની તમામ અટકળો સાચી સાબિત ઠેરવી છે.
યુવાન દિલીપને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૪ કરોડની રકમ બળજબરીથી કઢાવી લેવા માટે સમગ્ર કારસો
અમદાવાદની યુવતી ૧પ દિવસ પહેલા માધાપરના યુવકના સંપર્કમાં આવી અને તે બાદ તે કચ્છમાં ફરવા આવી ત્યારે સેવન સ્કાય હોટલમાં રોકાઈ હતી. બાદમાં યુવક સાથે હાઈલેન્ડ રિસોર્ટમાં ગઈ અને બાદમાં યુવક તેને પરત હોટલમાં મુકી ગયો હતો અને તે માધાપર ગયો હતો. આ દરમિયાન યુવતી પીડા સાથે હોસ્પિટલમાં પહોંચી અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની એમએલસી નોંધાવી હતી. જે બાદ વહેલી સવારે યુવક દેશલપર – નલિયા રોડ પર એસ.આર. પેટ્રોલપંપ પાસે ગયો અને ત્યાં બાવળોની ઝાડીમાં તેની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં વિવિધ પુરાવા, પુછપરછ અને નિવેદનના આધારે હકિકતો જણાઈ આવતા પોલીસે સરકાર તરફે હતભાગી યુવાન દિલીપને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૪ કરોડની રકમ બળજબરીથી કઢાવી લેવા માટે સમગ્ર કારસો ઘડાયો હોવાની હકિકત સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં દુષ્કર્મૃની ફરિયાદ નોંધાવનારી અમદાવાદની યુવતી સહિત જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલી અને પાલારા જેલમાં કેદ મનીષા ગોસ્વામી, અમદાવાદના અજય પ્રજાપતિ, વડોદરાના અખલાક પઠાણ, ભુજના ગજ્જુભાઈ ગોસ્વામી, એડવોકેટ આકાશ મકવાણા, અંજારની કોમલબેન, રિદ્ધિ અને ભુજના અઝીઝ તથા તપાસમાં નિકળે તે શખ્સો સામે મરવા માટે મજબૂર કરવાની કલમો તળે ફરિયાદ થવા પામી છે. આ કેસમાં નવો વણાંક આવતા અનેક પ્રકરણનો પર્દાફાશ થવા પામ્યો છે.
 આહીર સમાજ દ્વારા તપાસની માંગ 
ગત તારીખ 3 તારીખે  દિલીપ ગાગલ નામના આહીર યુવાને દેસલપર નલિયા હાઇવે પર બાવળોની જાળીમાં  ફાંસો ખાઈ લીધો હતો.આ કેસમાં અમદાવાદની એક યુવતીએ હતભાગી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવકે તેણીને બોલાવીને ભુજ નજીકના એક ફાર્મમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ માનકુવા પોલીસ મથકે નોંધાઇ હતી. બીજી તરફ યુવકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે આ કેસમાં યુવકને ફસાવવામાં આવ્યો છે..જેથી તેની તટસ્થ તપાસ કરવા માટે આજે ક્ચ્છ પાટણ આહીર સમાજની બેઠક ભુજ તાલુકાના માધાપર ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.આહિર સમાજના સૌ આગેવાનો રેલી સ્વરૂપે નીકળીને ભુજ પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે તેજાભાઈ કાનગડ,વલમજી હૂંબલ,બાબુભાઈ હૂંબલ,સહિતના આગેવાનો જોડાયા હતા.
Whatsapp share
facebook twitter